- Astro and Religion
- 15 કે 16? ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? જાણો કાન્હાની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
15 કે 16? ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? જાણો કાન્હાની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા યોગેશ્વર કૃષ્ણના ભક્તો આખું વર્ષ શ્રી કૃષ્ણના જન્મોત્સવની રાહ જુએ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી પર ઉજવાતા આ ઉત્સવની સાચી તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે. જે કૃષ્ણના દર્શન, પૂજા અને નામ જપવાથી જીવનના બધા દુ:ખ દૂર થાય છે અને મનોકામનાઓ આંખના પલકારે પૂર્ણ થઈ જાય છે, ચાલો આપણે તેમના જન્મોત્સવની સાચી તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત વગેરે બાબતે વિસ્તારથી જાણીએ.
જન્મષ્ટમી ક્યારે છે?
પંચાંગ અનુસાર, આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 2 દિવસ માટે મનાવવામાં આવશે. આ પર્વ પહેલા 15 ઑગસ્ટ 2025ના રોજ મનાવવામાં આવશે. આજ રીતે, સ્માર્ત પરંપરા સાથે જોડાયેલા લોકો 16 ઑગસ્ટ 2025ના રોજ 00:05 વાગ્યાથી 00:47 સુધી નિશીથ કાળની પૂજા કરી શકશે. જે લોકો આ દિવસે જન્માષ્ટમીનો ઉપવાસ રાખે છે તેઓ 16 ઑગસ્ટ 2025ની રાત્રે 09:24 વાગ્યા બાદ ઉપવાસ તોડી શકશે. એવી જ રીતે, ઇસ્કોન ઇન્ડિયાના કોમ્યુનિકેશન ડિરેક્ટર બ્રજેન્દ્ર નંદન દાસના જણાવ્યા અનુસાર, આ વર્ષે વૈષ્ણવજન અને તમામ શ્રદ્ધાળુઓ 16 ઑગસ્ટની રાત્રે કાન્હાના જન્મની ઉજવણી કરી શકશે અને 17 ઑગસ્ટ 2025ના રોજ 00:05 વાગ્યાથી 00:47 વાગ્યા સુધી પૂજા કરી શકશે.
જન્માષ્ટમી પર કાન્હાની પૂજા કેવી રીતે કરવી
જન્માષ્ટમીના પાવન પર્વ પર, તન-મનથી પવિત્ર થઇને તેમની પૂજાનો બધો સામાન જેમ કે દૂધ, દહીં, ઘી, મધ, તુલસી, પંચામૃત, પંજરી, ખાંડ વગેરે તમારી સાથે રાખો. સૌ પ્રથમ, કાન્હાની પૂજા માટે એક સ્ટૂલ પર પીળું વસ્ત્ર પાથરો અને તમારા બાળ ગોપાલને એક થાળીમાં રાખીને તેમને દૂધ, દહીં, ઘી, મધ વગેરેથી સ્નાન કરાવો. ત્યારબાદ તેમને ગંગાજળથી ફરી એક વખત સ્નાન કરાવો.
પછી કાન્હાની મૂર્તિને સ્વચ્છ કપડાથી સાફ કરીને તેમનો કપડાં, મોર મુકુટ, ચંદન વગેરેથી શ્રૃગાર કરો. ત્યારબાદ કાન્હાને પંજીરી, પંચામૃત, મીઠાઈ, ફળો વગેરે અર્પણ કરો. કાન્હાની પૂજામાં પ્રસાદ સાથે તુલસી જરૂર અર્પણ કરો. પૂજાના અંતે, ભગવાન શ્રી કૃષ્ણની આરતી પૂરા ભક્તિભાવથી કરો. પૂજા પૂર્ણ થયા બાદ વધુમાં વધુ લોકોને પ્રસાદ વહેંચો અને પોતા પણ ગ્રહણ કરો.
કૃષ્ણ જન્માષ્ટમીની પૂજાના ઉપાય
જન્મષ્ટમીના પર્વવાળા દિવસે, ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા મેળવવા માટે, તેમના ભક્તોએ ગાયોની વધુમાં વધુ સેવા કરવી જોઈએ. આ સાથે જ, જન્માષ્ટમીના પર્વ પર તેમની પૂજા કરતી વખતે, કેસર મિશ્રિત દૂધથી તેમનો અભિષેક કરવો જોઈએ. ભગવાન કૃષ્ણની પૂજામાં તુલસીના પાન ચઢાવનાર ભક્ત પર પણ ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા વરસે છે.

