- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -03-08-2025
વાર - રવિવાર
મેષ - હરિ ફરીને આનંદમાં રહી શકશો, ખાવા પીવામાં ધ્યાન રાખવું, નહીંતર બીમારી આવશે.
વૃષભ - પત્ની સાથેના સંબંધોમાં સુધારો આવે, ધાર્મિક કાર્ય દેવદર્શને જઈ શકાય.
મિથુન - શત્રુઓ હેરાન કરી શકે છે, સાવચેત રહેવું, ખોટા ખર્ચાઓ ટાળવા.
કર્ક - સાહસ ફળે, સારા ધન લાભની આશા રાખી શકાય, સંતાનોની બાબતોમાં ધ્યાન આપી શકશો.
સિંહ- નાની નાની બાબતોનું ધ્યાન રાખી ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવો, મોટાઓની લાગણી ને સમજવાની જરૂર.
કન્યા- હરવા ફરવા અને ધ્યાન કે ધાર્મિક બાબતોથી આનંદ મળે, સામાજિક કાર્યમાં ધ્યાન આપવું.
તુલા - તમારી વાણીથી કોઈને મનદુઃખ ન થાય સાચવવું, ધર્મસ્થાનની મુલાકાત લઈ શકશો.
વૃશ્ચિક - કોઈથી પણ મનદુઃખ ન થાય ધ્યાન રાખવું, શરીરની કાળજી લેવી જરૂરી.
ધન - ખર્ચાઓમાં વધારો થઈ શકે છે, તબિયતની તકેદારી રાખવી જરૂરી.
મકર - બાળકો સાથે સારામાં સારો સમય વિતાવવાનૉ પ્રયાસ કરો, ઘરની વસ્તુઓમાં સુધારો કરી શકશો.
કુંભ - ઘર પરિવારમાં આનંદ મળે, તમારી તંદુરસ્તીમાં વધારો કરે તેવો ખોરાક લેવો જરૂરી.
મીન - હરો ફરો પણ મન અશાંત રહે, ખોટા ખર્ચાઓ કરશો નહીં, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ

