- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 05-08-2025
વાર - મંગળવાર
મેષ - આજના દિવસમાં તમારા સ્વાથ્યની કાળજી લેવી જરૂરી, તમારી ભક્તિમાં વધારો થાય, ગણેશજીને સફેદ વસ્તુ અર્પણ કરવાથી ધનલાભની શક્યતા વધે.
વૃષભ - તમારા ભાગીદારની સલાહ લઈ કામ કરવાથી દિવસ સારો રહે, કોઈપણ માતાજીના મંદિરે દર્શને જવાથી મનને શાંતિ મળે.
મિથુન - કોર્ટ કચેરીના કામમાં ધ્યાન આપવું, મોસાળ પક્ષે સંબંધ મજબૂત બને, કપાળ પર ચંદનનું તિલક કરી નીકળવાથી માન સન્માન વધે.
કર્ક - સમજી વિચારીને સાહસ કરવું, માન હાની થઈ શકે છે, આર્થિક બાબતોમાં પ્રયાસ વધારવા જરૂરી, ગરીબ બાળકોને દાન કરવાથી આર્થિક પ્રગતિના યોગ બને.
સિંહ- પરિવારમાં સમય આપી શકશો, આર્થિક સ્થિતિમાં સુધાર આવે, મંદિર સાથે ધ્વજાના દર્શન કરવાથી તમે આજે પ્રગતિ કરી શકશો.
કન્યા- તમારું ભાગ્ય તમને સાથ આપતું લાગે, તમારી પ્રશંસામાં વધારો થાય, ગણેશજીને દૂર્વા અર્પણ કરવાથી ધનની વૃદ્ધિ થાય.
તુલા - વાણી પર નિયંત્રણ જરૂરી, સાંજના સમયે હરીફરી શકશો, ગુરુ-પિતૃના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય.
વૃશ્ચિક - આર્થિક દ્રષ્ટિએ પ્રગતિનો દિવસ, આજે ખાવા પીવામાં કાળજી લેવી, ગાયને ભોજન કરાવવાથી મનને શાંતિ મળે.
ધન - પતિ પત્ની સાથેના સંબંધો મધુર બને, નોકરી ધંધામાં પ્રગતિ થાય, ચંદનનું અત્તર વાપરવાથી જીવનમાં આનંદ રહે.
મકર - આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું, શરીરની કાળજી પણ લેવી જરૂરી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ચોક્કસ લાભ થશે.
કુંભ - સંતાનો પ્રત્યેનું વલણ આજે નરમ રાખશો, વાહન ચલાવતા સાંભળવું, ભગવાનને લાલ પુષ્પ અર્પણ કરવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને.
મીન - ઘર પરિવારમાં આનંદ રહે, કામ ધંધામાં વધારો થાય, ધરતીમાતાને સવારે પગે લાગશો અટકેલા કામ પાર પડશે, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

