- Astro and Religion
- શ્રાવણ મહિનાના છેલ્લો દિવસ: દાન-પુણ્યનું વિશેષ ફળ મળે છે
શ્રાવણ મહિનાના છેલ્લો દિવસ: દાન-પુણ્યનું વિશેષ ફળ મળે છે
તારીખ 23 -08- 2025 શનિવારની અમાવસ્યા અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે કરવામાં આવેલા દાન પુણ્યનું વિશેષ ફળ મળશે. આ અમાવસ્યા મઘા નક્ષત્રમાં છે જેનો સ્વામી કેતુ છે. કેતુ ગ્રહ માનસની ઈચ્છાશક્તિ અને ધાર્મિકતામાં વધારો કરનાર છે. અમાવસ્યાના શુભ દિવસે ભગવાન મહાદેવજી અને હનુમાનજીની વિશેષ પ્રાર્થનાથી સારામાં સારો લાભ મેળવી શકશો. આજના દિવસમાં તમે ભગવાનને શ્રીફળ અર્પણ કરો આ દિવસે દેવ સ્થાનમાં ધજા છત્રના દર્શન અવશ્ય કરવા.
આજના દિવસે વિકલાંગોને દાન પુણ્ય કરો. મઘા નક્ષત્રના દેવ પિતૃઓ હોવાથી આ અમાવસ્યાને દિવસે પિતૃઓની શાંતિ થાય અને આશીર્વાદ મળે તે માટે પીપળાના દર્શન નારાયણનું સ્મરણ કરી અવશ્ય કરો. બ્રાહ્મણને સીધુ તથા વસ્ત્ર દક્ષિણાનું દાન અવશ્ય કરવું કેતુ ગ્રહ ઉપર ગણેશજીનું પ્રભુત્ત્વ હોવાથી આ દિવસે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ વાંચો અથવા સાંભળો વિશેષ ફળની પ્રાપ્તિ થશે. -દિવ્યાંગ ભટ્ટ.

