આગામી સપ્તાહમાં 5 IPO આવી રહ્યા છે, તમારું ભાગ્ય અજમાવવાનો મોકો મળશે

જો તમારી પાસે એકસ્ટ્રા મની પડ્યા હો તો આવતા સપ્તાહમાં તમે 5 IPOમાં તમારું નસીબ અજમાવી શકો છો. કોરોના મહામારીના સમયમાં અનેક IPOમાં લોકોએ ધૂમ કમાણી કરી હતી, જો કે એ પછી કેટલાંક એવા IPO પણ આવ્યા જેણે રોકાણકારોને મોટું નુકશાન કરાવ્યું હતું. હવે 5 IPO આવી રહ્યા છે, તો કંપનીની મજબુતાઇ અને નાણાકીય  ક્ષમતા વગેરેની જાણકારી મેળવીને પછી IPOમાં રોકાણ કરજો

જો તમે IPOમાં રોકાણ કરીને મોટી કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે. આવતા અઠવાડિયે તમને એકથી વધુ કંપનીઓના IPOમાં નાણાં રોકવાનો મોકો મળવાનો છે. કારણ કે ગંધાર ઓઈલ રિફાઈનરી ઈન્ડિયા, ફેડબેંક ફાઈનાન્સિયલ સર્વિસીસ, ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (આઈઆરઈડીએ) ટાટા ટેક્નોલોજીસ અને Flair Writing ના IPO આવતા સપ્તાહે ખુલવા જઈ રહ્યો છે. ટાટા ગ્રૂપની એક કંપનીનો IPO લાંબા સમય પછી આવી રહ્યો છે. આ IPOને લઈને બજારમાં પહેલેથી હોટ ફેવરીટ છે. આ 5 IPOની વિગત તમને જણાવીશું જેથી રોકાણ કરવામાં તમને સરળતા રહે.

ગાંધાર ઓઇલ એન્ડ રિફાઇનરી: આ IPO 22 નવેમ્બરે ખુલશે અને 24 નવેમ્બરે બંધ થશે. ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ 160-169 રાખવામાં આવી છે. આ IPOમાં 88 શેરનો લોટ રાખવામાં આવ્યો છે.

ટાટા ટેકનોલોજીસ: 20 વર્ષ પછી ટાટા ગ્રુપ તેનો IPO લઇને આવી રહી છે એટલે રોકાણકારોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. 22 નવેમ્બરે ઇશ્યૂ ખુલશે અને 24 નવેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ 475-500 રૂપિયા રાખવામાં આવ્યો છે.5 ડિસેમ્બરે શેરબજારમાં લિસ્ટીંગ થશે. અત્યારે ગ્રે માર્કેટમાં લગભગ 300 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે.

ઇન્ડિયન રિન્યૂબલ એનર્જિ ડેવલપમેન્ટ એજન્સી (IREDA): 21 નવેમ્બરે ઇશ્યૂ ખુલશે અને 23 નવેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ 30-32 રૂપિયા રાખવામાં આવી છે. આ ઇશ્યૂની લોટ સાઇઝ 460 શેર રાખવામાં આવી છે

Fedbank Financial Services Ltd: આ ઇશ્યૂ 22 નવેમ્બરે ખુલશે અને 24 નવેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ 133-140 રાખવામાં આવી છે. 107 શેરનો લોટ રાખવામાં આવ્યો છે.

Flair Writing: 22 નવેમ્બરે ખુલશે અને 24 નવેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ 288-304 રાખવામાં આવી છે.49 શેરનો લોટ રાખવામાં આવ્યો છે.

નોંધ:માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવુ હિતાવાહ છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.