ડિજિટલ પેમેન્ટ કરનારાને લાગી શકે છે ઝટકો, UPIના વ્યવહારો પર ટૂંક સમયમાં શુલ્ક લાગી શકે છે!

UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા વ્યવહારો પર ટૂંક સમયમાં જ શુલ્ક લાગી શકે છે. આનો અર્થ એ થયો કે હવે UPI કરવું મફત નહીં હોય, તમારે તેના માટે અલગથી ચૂકવણી પણ કરવી પડી શકે છે. હકીકતમાં, એક મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો પર વેપારી શુલ્ક પાછા લાવવાના પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી રહી છે. જો આવું થશે તો ડિજિટલ પેમેન્ટ મોંઘુ થઈ જશે.

UPI Convenience Fee
hindi.cnbctv18.com

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સરકાર આ વ્યવહારો પર વેપારી ફી લાદવાની તૈયારી કરી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, ડિજિટલ પેમેન્ટ ઉદ્યોગમાં, મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)એ રકમ છે જે વેપારી અથવા દુકાનદારે ચુકવણી સેવા શરૂ કરવા માટે ચૂકવવી પડે છે. આ ફી સરકારે વર્ષ 2022માં માફ કરી હતી. હવે સમાચાર એ છે કે, સરકાર ફરીથી તેને લાગુ કરવા પર વિચાર કરી શકે છે. હાલમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સુવિધા આપવામાં આવતી UPI અને RuPay ડેબિટ કાર્ડ ચુકવણીઓ પર કોઈ MDR લાગુ પડતો નથી.

UPI Convenience Fee
mahanagartimes.com

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત એક અહેવાલમાં બેંકરનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, મોટા વેપારીઓ માટે UPI વ્યવહારો પર MDR ફરીથી લાદવાની ઔપચારિક વિનંતી બેંકિંગ ઉદ્યોગ દ્વારા કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવી છે અને સંબંધિત વિભાગો તેની સમીક્ષા કરી રહ્યા છે. આ દરખાસ્ત મુજબ, 40 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે તેમના GST ફાઇલિંગના આધારે MDR ફરીથી લાગુ કરી શકાય છે. સરકાર UPI માટે એક ટાયર્ડ પ્રાઇસિંગ મોડેલ પર પણ વિચાર કરી શકે છે, જ્યાં મોટા વેપારીઓ વધુ ફી ચૂકવશે, જ્યારે નાના વ્યવસાયો ઓછી ફી ચૂકવશે. રિપોર્ટમાં એવું જણાવાયું છે કે, 40 લાખ રૂપિયાથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે UPI ચુકવણી મફત રહેશે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના ડેટા અનુસાર, ફેબ્રુઆરી 2025માં, UPIએ 16.11 બિલિયન વ્યવહારો રેકોર્ડ કર્યા, જે લગભગ 22 ટ્રિલિયન રૂપિયાના હતા. જાન્યુઆરીમાં કુલ વ્યવહારો 16.99 અબજ થયા હતા.

Related Posts

Top News

લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
National 
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ખાસ કરીને ઘાતક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઓવરસ્પીડ...
Gujarat 
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો....
National 
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

ફેશન હંમેશા બદલાતી રહે છે, પરંતુ ક્યારેક એવો ટ્રેન્ડ આવે છે, જેને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવવો મુશ્કેલ બની...
Offbeat 
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.