એક બાદ એક 3 એજન્સીઓએ કહી દીધું, ટ્રમ્પના ટેરિફથી ભારતનું કંઇ નહીં બગડે!

દુનિયાભરમાં ટ્રેડ વૉરને લઈને ચર્ચાઓ તેજ છે, પરંતુ ભારતની અર્થવ્યવસ્થી પર તેની અસર સીમિત રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અઠવાડિયે, 3 મુખ્ય રેટિંગ એજન્સીઓ, S&P ગ્લોબલ, ફિચ રેટિંગ્સ અને મૂડીઝ રેટિંગે, ભારતના વિકાસ દરને લઇને વિશ્વાસ જાળવી રાખવાના અનુમાનને ફરીથી પુનરાવર્તિત કર્યું છે. તેમનું કહેવું છે કે અમેરિકાના ટેરિફથી ભારતને ખૂબ ઓછું નુકસાન થશે. તો, આ વર્ષે અને આગામી વર્ષ સાથે જ વર્ષ 2026-27 માટે ભારતનો GDP વૃદ્ધિ તેજ રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

IPL
BCCI

S&P ગ્લોબલ રેટિંગ્સે વર્ષ 2024-25માં ભારતનો GDP વૃદ્ધિ 6.7 ટકા રહેવાનું અનુમાન લાગવતા કહ્યું છે કે, ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા રહેશે અને અમેરિકા પર ઓછી નિર્ભરતાની અસરથી ટેરિફની અસર મર્યાદિત રહેશે.

S&Pનો આત્મવિશ્વાસ અકબંધ

આ હાલતમાં દેશમાં ઉપસ્થિત કંપનીઓને પણ આ સ્થિતિમાં ફાયદો મળવાની શક્યતા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય કંપનીઓની આવક પર વૈશ્વિક પરિસ્થિતિઓની થોડી અસર પડી શકે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે ભારતીય કંપનીઓએ ઓપરેશનલ સ્તર પર સુધાર કરીને નાણાકીય સ્થિતિ મજબૂત બનાવી છે, તેના કારણે તેઓ દબાણને સહન કરવા સક્ષમ છે.

S&P અનુસાર, વધતી અર્થવ્યવસ્થા, ઉપભોક્તા ખર્ચમાં વધારો અને સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ કંપનીઓને મજબૂત બનાવશે. S&P રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મજબૂત ગ્રોથ અને ક્રેડિટ ક્વાલિટીને કારણે ભારતીય કંપનીઓ સુરક્ષિત છે અને મોટાભાગની કંપનીઓ વધતી લિક્વિડિટીને કારણે ઓનશોર ફંડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. IT સર્વિસિસ, કેમિકલ અને ઓટો સેક્ટર અમેરિકન બજારો પર સૌથી વધુ નિર્ભર છે, પરંતુ સર્વિસિસ પર ટેરિફની અસર ન થવાની વાત પણ તેમાં કહેવામાં આવી છે.

Kerala-High-Court3
panchjanya.com

ફિચે કહ્યું- ઉજ્જવળ છે ભવિષ્!

ફિચ રેટિંગ્સે પણ વર્ષ 2025-26 માટે ભારતની GDP વૃદ્ધિ 6.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. જો કે, અમેરિકાની આક્રમક વેપાર નીતિને લઇને જોખમ રહેલું છે, પરંતુ ભારતની બાહ્ય માગ પર ઓછી નિર્ભરતાને કારણે તે સુરક્ષિત રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બજેટમાં ટેક્સ ફ્રી ઇનકમ એલાઉન્સિસ અને રિવાઇઝ્ડ ટેક્સ સ્લેબથી ગ્રાહકોના ખર્ચમાં વધારો થશે.

રેટિંગ એજન્સીએ વર્ષ 2026-27 માટે વૃદ્ધિનું અનુમાન વધારીને 6.3 ટકા સુધી વધાર્યો છે. રિપોર્ટ અનુસાર, કારોબારી ભરોસો મજબૂત છે અને બેંક લેન્ડિન્ગમાં સતત ડબલ ડિજિટ ગ્રોથ થઇ રહ્યો છે. રિપોર્ટમાં આગામી મહિનાઓમાં મોંઘવારી દરમાં ઘટાડાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2025-26 અને વર્ષ 2026-27માં કેપેક્સમાં તેજી રહેશે અને મોંઘવારી દર વર્ષ 2025ના અંત સુધીમાં 4 ટકા સુધી આવી શકે છે, જેના કારણે પોલિસી રેટમાં વધુ બે વધુ કટની શક્યતા છે.

OECDએ વ્યક્ત કર્યું તેજ વૃદ્ધિનું અનુમાન

બીજી તરફ ગ્લોબલ આર્થિક સંગઠન OECDએ ચેતવણી આપી છે કે અમેરિકાની સંરક્ષણવાદી નીતિઓથી વેપાર યુદ્ધ વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2025માં વૈશ્વિક GDPની વૃદ્ધિ 3.1 ટકા સુધી મર્યાદિત રહી શકે છે, જે અગાઉ 3.3 ટકા રહેવાનું અનુમાન હતું. તેમાં અમેરિકાનો વિકાસ દર ઘટીને 2.2 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને ચીનમાં વર્ષ 2025માં 4.8 ટકા અને વર્ષ 2026માં 4.4 ટકા ગ્રોથની અપેક્ષા છે.

જો કે, ભારત પર તેની અસર મર્યાદિત રહેવાની વાત કહેતા, વર્તમાન નાણાકીય વર્ષમાં વિકાસ દર 6.4 ટકા અને વર્ષ 2025-26માં 6.6 ટકા ર વિકાસ દર હેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, પરંતુ રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો વૈશ્વિક વ્યપાર યુદ્ધની સ્થિતિ બનવા પર ભારતીય અર્થવ્યવસ્થા પણ તેનાથી પૂરી રીતે બેઅસર નહીં રહે. OECDનું કહેવું છે કે, ભારત હાલમાં મજબૂત ઘરેલૂ બજાર અને નીતિ સમર્થનને કારણે સારી સ્થિતિમાં છે.

Related Posts

Top News

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.