ટ્રેનની મુસાફરીમાં એરલાઇન્સવાળા નિયમ, લિમિટથી વધારે સામાન હશે તો લાગશે ભારે પેનલ્ટી

ભારતીય રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા અને સુવિધાઓ માટે તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે હવે રેલવેએ એક નિયમ  કડકાઈથી લાગૂ કરવાની તૈયારી કરી છે, જે બિલકુલ વિમાનમાં મુસાફરી કરનારા મુસાફરો જેવો જ હશે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ, મુસાફરી દરમિયાન લઈ જવામાં આવતા સામાનના વજન બાબતે, જે હવે એરલાઇન્સની જેમ રેલવે દ્વારા નિયંત્રિત કરશે. જોકે આ નિયમ પહેલાથી જ છે, પરંતુ તેને પૂરી રીતે લાગૂ કરી શકાયો નહોતો.

હવે, મુસાફરો ભારતીય રેલવેમાં મુસાફરી કરવા દરમિયાન માત્ર નિર્ધારિત ધોરણો અનુસાર જ સામાન પોતાની સાથે લઈ જઈ શકશે. દેશના કેટલાક મુખ્ય રેલવે સ્ટેશનો પર સામાનના વજન પર તેની સાથે સંબંધિત મર્યાદાને કડકાઈથી લાગૂ કરવામાં આવશે. એરલાઇન્સની જેમ, ટ્રેન મુસાફરી માટે પણ આ નિયમને પૂરી રીતે લાગૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નિયમ અનુસાર, મુસાફરીની વિવિધ કેટેગરીઓ માટે મફત સામાનની મંજૂરી અલગ-અલગ હોય છે.

indian-Railway1
x.com/i/grok

જેમ કે ફર્સ્ટ ક્લાસ AC કોચમાં મુસાફરી કરનારાઓને 70 કિલો સુધીનો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. AC સેકન્ડ ક્લાસના મુસાફરો માટે આ મર્યાદા 50 કિલો અને થર્ડ AC અને સ્લીપર ક્લાસના મુસાફરો માટે આ મર્યાદા 40 કિલો સુધી રહેશે. તો જનરલ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોની વાત કરીએ, તો તેઓ જે સામાન પોતાની સાથે લઈ જઈ શકે છે તેનું વજન 35 કિલો સુધી હોઈ શકે છે.

હાલમાં  ઉત્તર રેલવે અને ઉત્તર મધ્ય રેલવેએ લખનૌ અને પ્રયાગરાજ વિભાગના મુખ્ય સ્ટેશનોથી આ વ્યવસ્થાની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. જે રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે તેમાં પ્રયાગરાજ, મિર્ઝાપુર, કાનપુર અને અલીગઢ જંકશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લખનૌ ચારબાગ, બનારસ, પ્રયાગરાજ છિવકી, સુબેદારગંજ, મિર્ઝાપુર, ટૂંડલા, અલીગઢ, ગોવિંદપુરી અને ઇટાવા પણ લિસ્ટમાં સામેલ છે. રેલવે અધિકારીઓનું આ સંદર્ભમાં કહેવું છે કે, આ નિયમો રેલવે મુસાફરોની સુરક્ષા અને સુવિધા બંને માટે જરૂરી છે, કારણ કે ઘણી વખત મુસાફરો તેમની સાથે વધુ પડતો સામાન લઈ જાય છે, જેના કારણે કોચમાં બેસવામાં અને ચાલવામાં સમસ્યા થાય છે. તેમણે વધારાના સામાનને સુરક્ષા જોખમ ગણાવ્યું છે.

indian-Railway2
x.com/i/grok

એરપોર્ટની જેમ જ રેલવે સ્ટેશન પર પણ સામાન બુક કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો બેગ કે બ્રીફકેસનું વજન નિર્ધારિત મર્યાદા કરતા વધુ હશે અને તેનાથી બોર્ડિંગ સ્પેસમાં અવરોધ ઉભો થાય છે, તો તેમના પર દંડ લગાવવાની પણ જોગવાઈ છે. રેલવે અનુસાર, જો ચેકિંગ દરમિયાન નિર્ધારિત મર્યાદા કરતા વધુ અને બૂક ન કરાયેલ સામાન મળી આવે, તો સામાન્ય દર કરતા વધુ ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે મુસાફરોને તેમની સાથે 10 કિલો સુધીનો વધારાનો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે, તેનાથી વધુ સામાન બૂક કરાવવો પડશે.

ભારતીય રેલવે મુસાફરોના સામાનને લઈને નિયમો લાગૂ કરવા અને તેને સરળતાથી ચલાવવા માટે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક લગેજ મશીનો પણ લગાવશે. રેલવે પ્લેટફોર્મ પર પ્રવેશતા પહેલા મુસાફરોની બેગનું વજન અને સાઇઝ ચેક કરવામાં આવશે. બીજી ખાસ વાત એ છે કે મુસાફરોના સામાનનું માત્ર વજન જ નહીં, પરંતુ તેમની ટ્રાવેલ બેગની સાઇઝ પણ આ દાયરામાં રાખવામાં આવશે. મતલબ સ્પષ્ટ છે કે, જો બેગની સાઇઝ જરૂરિયાત કરતા મોટી હોય તો પેનલ્ટી લાગી શકે છે, ભલે વજન લિમિટ કરતા ઓછું કેમ ન હોય. લખનૌ ઉત્તર રેલવેના સીનિયર DCM કુલદીપ તિવારીના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.