રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે આગામી થોડા અઠવાડિયામાં વિવિધ માધ્યમો દ્વારા કુલ 2 લાખ કરોડ રૂપિયાની રોકડ નાખવાની જાહેરાત કરી છે, તેમાં લોંગ ટર્મ રેપો ઓપરેશન્સ, ડોલર-રૂપિયા સ્વેપ અને સરકારી બોન્ડ ખરીદીનો સમાવેશ થાય છે. RBIનું કહેવું છે કે, આ પગલાંનો હેતુ નાણાકીય બજારોની સુગમ કામગીરી જાળવવા અને અચાનક વાધેલા દબાણને ઓછું કરવાનો છે.

RBI30 જાન્યુઆરીએ 90-દિવસના વેરિએબલ રેપો ઓપરેશન કરવાવાનો નિર્ણય લીધો છે, જેની રકમ 25,000 કરોડ રૂપિયા હશે. આ કામગીરી હેઠ, બેન્ક બજાર દરે લાંબા સમય માટે ફંડ ઉધાર લઈ શકે છે. બેન્કો સામાન્ય રીતે ઓવરનાઈટ વિન્ડો દ્વારા રોકડ લે છે, પરંતુ લાંબા ગાળાના રેપો તેમને વધુ સારી યોજના બનાવવામાં મદદ કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ટૂંકા ગાળાના વ્યાજ દરો પર દબાણ ઓછું થશે અને બેન્કોને ધિરાણ આપવામાં સહુલિયત મળશે.

RBI
indiancooperative.com

કેન્દ્રિય બેન્ક 4 ફેબ્રુઆરીએ 10 અબજ ડોલર-રૂપિયાના બાય-સેલ સ્વેપ હરાજી પણ કરશે, જેનો સમયગાળો 3 વર્ષ હશે. આ પ્રકારના સ્વેપથી ઘરેલુ સિસ્ટમમાં રૂપિયાની ઉપલબ્ધતા વધે છે અને વિદેશી વિનિમય બજારમાં વધઘટને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તાજેતરના દિવસોમાં ફોરેક્સ ઓપરેશન્સને કારણે લિક્વિડિટી પર અસર પડી હતી, એવામાં આ પગલું બજાર માટે રાહતભર્યું માનવામાં આવે છે.

RBI
outlookmoney.com

આ ઉપરાંત, RBI ખુલ્લા બજારમાંથી સરકારી સિક્યોરિટીઝ ખરીદશે. કુલ 1 લાખ કરોડ રૂપિયાની ખરીદી બે તબક્કામાં થશે: 5 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરીએ 50-50 હજાર કરોડ રૂપિયાની હરાજી થશે. બજાર નિષ્ણાતોના મતે, સરકારના ઊંચા કેશ બેલેન્સ, ટેક્સ આઉટફ્લો અને ફોરેક્સ ગતિવિધિઓને કારણે તાજેતરમાં રોકડ સખત થઈ હતી. RBIના આ પગલાથી ટકાઉ લિક્વિડિટ વધવા, ક્રેડિટ પ્રવાહ સુધારવા અને મની માર્કેટ દરમાં સ્થિરતા આવવાની અપેક્ષા છે. સેન્ટ્રલ બેન્કે સ્પષ્ટતા કરી છે કે, તે પરિસ્થિતિ પર સતત નજર રાખશે અને જરૂરી હોય તો વધુ પગલાં ઉઠાવશે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.