રશિયન નાયરા એનર્જીનો હિસ્સો રિલાયન્સને વેચવા માટે રોસન્ફેટની શરૂઆતી વાટાઘાટો

રશિયન ઓઇલ જાયન્ટ PJSC રોસન્ફેટ ઓઇલ કંપની ભારતમાં તેની 49.13% હિસ્સેદારી ધરાવતી નાયરા એનર્જીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચવા માટે શરૂઆતી વાતચીતમાં છે. નાયરા એનર્જી ગુજરાતના વડીનારમાં 20 મિલિયન ટન પ્રતિ વર્ષની રિફાઇનરી અને ભારતભરમાં 6,750 પેટ્રોલ પંપોનું સંચાલન કરે છે. આ સંભવિત સોદો રિલાયન્સને ભારતની સૌથી મોટી ઓઇલ રિફાઇનર બનાવી શકે છે જે દેશની માલિકીની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ને પાછળ છોડી દેશે ઉપરાંત ઇંધણ રિટેલિંગમાં તેની હાજરીને નોંધપાત્ર રીતે વિસ્તારશે.

03

સૂત્રો અનુસાર રોસન્ફેટે 2017માં $12.9 બિલિયનમાં એસ્સાર ઓઇલ (હવે નાયરા એનર્જી) હસ્તગત કરી હતી પરંતુ પશ્ચિમી પ્રતિબંધોને કારણે ભારતમાંથી નફો પાછો મોકલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ પ્રતિબંધોને કારણે રોસન્ફેટે 2024માં નાયરામાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો અને રિલાયન્સ, આદણી ગ્રૂપ, સાઉદી આરામકો અને ONGC/IOC જેવા સંભવિત ખરીદદારો સાથે વાતચીત શરૂ કરી. રોસન્ફેટ ઉપરાંત રશિયન નાણાકીય સંસ્થા UCP ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપ પણ તેનો 24.5% હિસ્સો વેચવા માંગે છે.

રિલાયન્સ માટે આ સોદો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તેની જામનગરમાં 68.2 મિલિયન ટનની રિફાઇનરી ક્ષમતા નાયરાના 20 મિલિયન ટન સાથે જોડાઈને IOCની 80.8 મિલિયન ટનની ક્ષમતાને વટાવી શકે છે. વધુમાં નાયરાના 6,750 પેટ્રોલ પંપો રિલાયન્સના હાલના 1,972 આઉટલેટ્સની સરખામણીએ ઇંધણ રિટેલિંગમાં તેની હાજરીને મજબૂત કરશે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે “ઓઇલ રિફાઇનિંગ એકલું નફાકારક નથી; રિટેલ માર્કેટિંગ વિના નફો મેળવવો મુશ્કેલ છે.”

02

જોકે આ વાટાઘાટો હજુ પ્રારંભિક તબક્કામાં છે  અને મૂલ્યાંકનનો મુદ્દો મુખ્ય અડચણ છે. રોસન્ફેટે શરૂઆતમાં નાયરા માટે $20 બિલિયનનું મૂલ્યાંકન નક્કી કર્યું હતું જેને બાદમાં $17 બિલિયન સુધી ઘટાડ્યું પરંતુ આ પણ રિલાયન્સ સહિતના ખરીદદારો માટે ઊંચું માનવામાં આવે છે. ONGC અને IOC દરેક પેટ્રોલ પંપનું મૂલ્ય રૂ. 3-3.5 કરોડ (લગભગ $2.5-3 બિલિયન) ગણે છે જ્યારે રિલાયન્સ તેને રૂ. 7 કરોડ (લગભગ $5.5 બિલિયન) અને રિફાઇનરીની સિનર્જીને $5 બિલિયનનું મૂલ્ય આંકે છે.

રિલાયન્સના પ્રવક્તાએ આ અંગે “અટકળો પર ટિપ્પણી નહીં કરવા”ની નીતિ જણાવી પરંતુ કંપની તકોનું મૂલ્યાંકન કરતી રહે છે. જો આ સોદો થશે તો તે ભારતના ઊર્જા ક્ષેત્રની સ્પર્ધાત્મક ગતિશીલતાને નવો આકાર આપશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.