- Central Gujarat
- શાળાના પ્રવેશ દ્વાર માટે 10 લાખનો ચેક આપતા ભામાસા ઈશ્વરભાઈ
શાળાના પ્રવેશ દ્વાર માટે 10 લાખનો ચેક આપતા ભામાસા ઈશ્વરભાઈ

25 નવેમ્બરને શનિવારના રોજ દાંતીવાડા તાલુકામાં સરકારી માધ્યમિક શાળા આકોલીના દાતા ઇશ્વરભાઇ માળી દ્વારા બનાવવામાં આવેલા નવીન પ્રવેશ દ્વારનો ઉદ્ઘાટન કાર્યક્રમ અને ભૂમિ દાતાની તકતી અનાવરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ દાંતીવાડા તાલુકાની સામે આકોલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રવેશદ્વારના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો, ત્યારે આકોલી ગામની શાળા માટે ભૂમિદાન આપનાર સર્વે દાતાશ્રીઓની ઉદારતાને અને ગામના જાણીતા આગેવાન તથા ઉદ્યોગપતિ એવા શ્રી ઈશ્વરભાઈ માળીના વતન… pic.twitter.com/h3m8Q7MIQ4
— Pravinbhai Gordhanji Mali (@pravinmalibjp) November 25, 2023
આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી, બનાસ બેંકના ચેરમેન સવસિ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ગીતાબેન ચૌધરી અને AEI હરેશભાઈ, BRC દશરથભાઇ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે ગામના આગેવાન અને હંમેશા શિક્ષણની ચિંતા કરતા ઉદ્યોગપતિ અને ભામાસા એવા ઇશ્વરભાઇ દ્વારા શાળાને પ્રવેશ દ્વારના ખર્ચ પેટે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો તેમજ આગામી સમયમાં શાળાની કમ્પાઉન્ડ વોલ માટે 5 લાખ રૂપિયા આપવા જાહેરાત કરી હતી તેમજ ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા પણ શાળા કમ્પાઉન્ડ વોલ માટે 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ રીતે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.