- Central Gujarat
- આ ડરના કારણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લોકો વેક્સિન રજિસ્ટ્રેશન નથી કરાવતાં
આ ડરના કારણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લોકો વેક્સિન રજિસ્ટ્રેશન નથી કરાવતાં
ગુજરાતમાં સરકાર દ્વારા કોરોના વેક્સિનેશનને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર દ્વારા સરવેની કામગીરી કરવા અને નોંધણી કરવા માટેના આદેશ આપવામાં આવે છે. જે રીતે કોરોનાની શરૂઆતમાં ડોર-ટૂ-ડોર સરવે કરવા જતી આરોગ્ય વિભાગની ટીમને CAA અને NRCના કાયદાના કારણે લોકોના રોષનો ભોગ બન્યું હતું. તે પ્રકારે હવે વેક્સિનેશનના સરવેને લઇને કર્મચારીઓને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે.
મહત્ત્વની વાત છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં 50 વર્ષથી વધુ વય ધરાવતા 7 લાખ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદમાં શાહઆલમ, દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ અને જમાલપુર વિસ્તારમાં રહેતા લોકો પોતાના નામ અને ઓળખકાર્ડનું રજીસ્ટ્રેશન કરાવતા નથી. કેટલાક લોકો પોતાનો ઓળખનો પૂરાવો અને મોબાઈલ નંબર આપવા તૈયાર નથી. આનું કારણ લોકોમાં રહેલો CAA અને NCRના કાયદાનો ડર છે. જેના વેક્સિનેશન માટે ઓછા લોકોની નોંધ થઇ રહી છે. અત્યાર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં માત્ર 6,600 લોકોએ જ તેમના નામનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
મહત્ત્વની વાત છે કે, અમદાવાદના પશ્ચિમ ઝોન વિસ્તારમાં સૈથી વધારે લોકોને વેક્સિનેશન માટે તેમનું નામ રજીસ્ટર કરાવ્યું છે. પશ્ચિમ ઝોનના લોકોએ કોરોના વેક્સિનેશન માટે 1.30 લાખ લોકોના નામ નોંધાયા છે. તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં માત્ર 46 હાજર લોકોએ જ નામ રજીસ્ટર કરાવ્યું છે. અમદાવાદમાં મહાનગરપાલિકાએ ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા શરૂ કરી છે પરંતુ લોકોની રૂચી ખૂબ ઓછી જોવા મળી રહી છે. કારણ કે, છેલ્લા 5 દિવસમમાં માત્ર 6,225 લોકોએ જ તેમનું નામ રજીસ્ટર કરાવ્યું છે. અમદાવાદમાં જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની વેક્સિન આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. તેથી અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું કે, જે લોકોની ઉંમર 55 વર્ષથી ઓછી છે પરંતુ તેઓ ગંભીર રોગથી પીડાય છે તેવા 27,250 લોકોની નોંધણી થઇ છે. મહત્ત્વની વાત છે કે, રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ડોર-ટૂ-ડોર સરવે કરવામાં કામગીરી કરવામાં આવતી હતી ત્યારે મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં આરોગ્યકર્મીઓ પર સ્થાનિક લોકોએ હુમલા કર્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે હવે CAA અને NRCના કાયદાને લઇને મુસ્લિમ વિસ્તારના લોકો વેન્ક્સીનેશની કામગીરી માટે પણ પોતાના પૂરાવાઓ આપવા અને નામ રજીસ્ટ્રેશન કરાવવા માટે તૈયાર નથી.

