400 કરોડની GOATએ આવતાની સાથે OTT ગજાવ્યું, નાનીની ફિલ્મની હવા નીકળી

દક્ષિણની એક ફિલ્મ GOAT OTT પર 3 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ મેગા બજેટની હતી. બોક્સ ઓફિસ પછી, નિર્માતાઓએ તેને નેટફ્લિક્સ પર રિલીઝ કર્યું. આવતાની સાથે જ આ ફિલ્મ બીજા બધા પર ભારે પડી ગઈ. અનન્યા પાંડેની CTRL હોય કે નાનીની 'સારિપોધા સનિવારમ', આ તમામની તેની સામે હવા નીકળી ગઈ. ચાલો તમને Netflixની નંબર 1 ફિલ્મ વિશે જણાવીએ, જે હાલમાં ભારતમાં સૌથી વધુ જોવામાં આવી રહી છે.

આ ફિલ્મનું નામ છે 'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ'. જે વિજય થલપતિની છે. આ ફિલ્મ બનાવવા માટે મેકર્સે 400 કરોડ રૂપિયાનું જંગી બજેટ ખર્ચ્યું હતું. સૌથી રસપ્રદ વાત એ છે કે, વિજય થલપતિએ આ ફિલ્મ પછી અભિનયને અલવિદા કહી દીધું હતું. હવે તે આગામી 'થલપથી 69'માં જોવા મળશે અને આ પછી તે એક્ટિંગમાંથી નિવૃત્ત થઈને રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ભારતમાં Netflix ટોપ 10: GOAT, CTRL, સારિપોધા સનિવારમ, ઉલઝ, દી પ્લેટફોર્મ 2, સેક્ટર 36, ટ્રબલ, દી પ્લેટફોર્મ, લાપતા લેડીઝ, મહારાજા.

'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' જેને GOAT પણ કહેવામાં આવે છે. તેણે બોક્સ ઓફિસ પર હિટનું બિરુદ હાંસલ કર્યું. પરંતુ 'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ'એ OTTને હચમચાવી નાખ્યું છે. આ ફિલ્મ દ્વારા થલપતિ વિજયે પણ એક રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ દક્ષિણ સિનેમાના એકમાત્ર સુપરસ્ટાર બન્યા જેની 8 ફિલ્મો વૈશ્વિક બોક્સ ઓફિસ પર રૂ. 200 કરોડની ક્લબમાં સામેલ છે.

વેંકટ પ્રભુ દ્વારા નિર્દેશિત GOAT 5 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હમણાં 3 ઓક્ટોબર, 2024ના રોજ આ ફિલ્મ નિર્માતાઓ દ્વારા નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. દક્ષિણની તમામ ભાષાઓની સાથે તે હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. પરંતુ તેના આગમન સાથે આ ફિલ્મ અનન્યા પાંડેની 'CTRL' અને નાનીની 'સારિપોધા સનિવારમ'ને માત આપી દીધી છે. અનન્યાની ફિલ્મ તો સીધી OTT પર જ રિલીઝ થઈ હતી પરંતુ થલપતિની ફિલ્મે તેને ટક્કર આપી છે.

'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ'ના કલેક્શનની વાત કરીએ તો તેણે દુનિયાભરમાં 451 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યારે ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 295 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. જોકે આની પાસેથી અપેક્ષાઓ બ્લોકબસ્ટર બને તેવી હતી. પરંતુ આ સિદ્ધિ મેળવવાનું વિજય ચૂકી ગયો હતો.

'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ'ની વાર્તા વિશે વાત કરીએ તો, થલપતિ વિજયનો તેમાં ડબલ રોલ છે. વાર્તા આતંકવાદી અને આતંકવાદ વિરોધી ટુકડી વચ્ચે ચાલે છે. વિજય ફિલ્મમાં પિતા-પુત્રની ભૂમિકામાં છે. ગાંધી (વિજય) એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં કામ કરે છે. એક દિવસ તેના પરિવારને તેના કામને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પુત્ર ગાયબ થઈ જાય છે. ઘણા વર્ષો પછી પુત્રની ખબર મળે છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. તે કેવી રીતે પોતાના પુત્રને દુશ્મનો પાસેથી પાછો લઇ આવે છે, તે કેવી રીતે દેશને બચાવે છે અને કેવી રીતે જીતે છે તે ફિલ્મમાં જોવા મળશે.

About The Author

Related Posts

Top News

ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

જયાં રોજના અબજો રૂપિયાના સોદા થાય છે અને જેને દેશના અર્થતંત્રની ધરી કહેવામાં આવે છે તેવું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (...
Business 
ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

બિહાર પછી હવે મધ્યપ્રદેશમાં પણ નગર પાલિકા અને પંચાયતની મતદાર યાદીમાં છેતરપિંડીની શક્યતાને કારણે રાજકીય ગરમી વધી ગઈ છે. રાજ્ય...
National 
બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવીની મુશ્કેલી વધી શકે છે. 5 જુલાઇએ નર્મદા જિલ્લામાં સંકલન બેઠક મળી હતી જેમાં...
Gujarat 
ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મોડી રાત્રે કારમાં 2 અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓના નેતાઓ દ્વારા દારૂની પાર્ટી કરવાની વાત સામે આવતા વિવાદ છેડાઈ...
National  Politics 
‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.