ઉંઘા માથે પટકાઈ અક્ષયની 'સેલ્ફી', સતત નવમી ફિલ્મ ફ્લોપ, જાણો પહેલા દિવસની કમાણી

રામસેતુ પછી, અક્ષય કુમાર તેની બીજી ફિલ્મ 'સેલ્ફી' સાથે ફરીથી મોટા પડદા પર છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ મહેતાએ કર્યું છે અને તે કોમેડી-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ઈમરાન હાશ્મી પણ લીડ રોલમાં છે. આ બંનેની વિરુદ્ધ ફિલ્મમાં નુસરત ભરૂચા અને ડાયના પેન્ટીને કાસ્ટ કરવામાં આવી છે. થોડા સમય પહેલા સુધી અક્ષય કુમારને 100 કરોડ ક્લબની ગેરંટી માનવામાં આવતો હતો, પરંતુ 2022થી અત્યાર સુધી તેની કોઈ પણ ફિલ્મે એવું નથી બતાવ્યું કે, આ વાતનું પુનરાવર્તન થઈ શકે. 'સેલ્ફી'ની હાલત પણ કંઈક આવી જ જોવા મળી રહી છે. ચાલો તમને જણાવીએ કે સેલ્ફીએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર કેવી શરૂઆત કરી અને પહેલા દિવસે ફિલ્મે કેટલું કલેક્શન કર્યું.

અક્ષય કુમાર, ઈમરાન હાશ્મી, નુસરત ભરૂચા, ડાયના પેન્ટી જેવા સ્ટાર્સ હોવા છતાં 'સેલ્ફી'એ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે ખૂબ જ ઠંડો બિઝનેસ કર્યો છે. પ્રારંભિક વલણો નિરાશાજનક છે. આ ફિલ્મ પહેલા દિવસે 5 કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી શકી નથી. ઈન્ડસ્ટ્રી ટ્રેકર પ્લેટફોર્મ sacnilk અનુસાર, સેલ્ફીનું ઓપનિંગ ડે કલેક્શન લગભગ 3 કરોડ રૂપિયા હતું. જો કે ફિલ્મનું પ્રમોશન પણ જોરશોરથી કરવામાં આવ્યું હતું, પરંતુ તેની અસર સિનેમાઘરોમાં જોવા મળી ન હતી. અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની ફિલ્મ 'મૈં ખિલાડી તુ અનાડી'નું ફેમસ ટાઈટલ સોંગ 'મૈં ખિલાડી તુ અનાડી' પણ ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યું છે, પરંતુ આ બધી બાબતો છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ઠંડી સાબિત થઈ રહી છે.

ફિલ્મ 'સેલ્ફી'નું કલેક્શન કાર્તિક આર્યનની તાજેતરની રિલીઝ થયેલી 'શાહજાદા' કરતાં પણ ઓછું જણાય છે. જ્યાં શાહજાદાએ શરૂઆતના દિવસે લગભગ 6 કરોડનો બિઝનેસ કર્યો હતો, ત્યાં અક્ષય કુમારની 'સેલ્ફી'એ તેના ઓપનિંગ દિવસે તેનાથી અડધી પણ કમાણી કરી શકી નથી. ફિલ્મના ઓપનિંગ વીકએન્ડનો આજે બીજો દિવસ છે. ફિલ્મ આજે કેવો બિઝનેસ કરે છે તે કહેવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનની પઠાણે સતત કમાણીનો સિલસિલો આગળ વધારતા 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

ફિલ્મમાં અક્ષય કુમાર (વિજય કુમાર)ને સુપરસ્ટાર તરીકે બતાવવામાં આવ્યો છે અને ઈમરાન હાશ્મી (ઓમપ્રકાશ અગ્રવાલ)ને તેનો મોટો ચાહક બતાવવામાં આવ્યો છે. વિજય કુમાર ફિલ્મના શૂટિંગના સંબંધમાં એકવાર ભોપાલ આવે છે. અહીં શૂટિંગ માટે વિજય કુમારે પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ જમા કરાવવું પડે છે, પરંતુ આખરી સમયે જાણવા મળે છે કે, ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયું છે. આવી સ્થિતિમાં, ઓમપ્રકાશ તેની મદદ કરે છે અને બને તેટલું જલ્દી બીજું લાઇસન્સ મેળવી આપે છે. ત્યારબાદ જ્યારે વિજય નવું લાયસન્સ લેવા માટે RTO ઓફિસ જાય છે, ત્યારે તે ઓમપ્રકાશનું અપમાન કરે છે, જેના પછી ઓમપ્રકાશ હવે તેનો સૌથી મોટો દુશ્મન બની જાય છે.

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી સ્ટારર 'સેલ્ફી' સાઉથની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ 'ડ્રાઈવિંગ લાઇસન્સ'ની રિમેક છે, જે 2019માં રિલીઝ થઈ હતી. ગયા વર્ષે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મો 'બચ્ચન પાંડે', 'સમ્રાટ પૃથ્વીરાજ', 'રક્ષાબંધન', 'કથપુતલી', 'રામ સેતુ' બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકી ન હતી. હવે 'સેલ્ફી'ની હાલત પણ એવી જ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ખબર પડશે કે, આ ફિલ્મ અક્ષય કુમાર માટે નફાકારક સોદો સાબિત થાય છે કે, પછી તેના ખાતામાં એક વધુ ફ્લોપ ફિલ્મ ઉમેરાશે. મનોરંજન ઉદ્યોગના નવીનતમ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.