- Entertainment
- ‘પદ્માવત’ વિવાદ પર ફાઈનલી બોલ્યા દીપિકા-રણવીર
‘પદ્માવત’ વિવાદ પર ફાઈનલી બોલ્યા દીપિકા-રણવીર
સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવત’ ભારે વિરોધ વચ્ચે પણ આજે ફાઈનલી રીલિઝ થઈ ગઈ છે અને દર્શકો પણ ફિલ્મને ખૂબ વખાણી રહ્યા છે. ફિલ્મ રીલિઝથી ફિલ્મની સ્ટાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ ખૂબ ખુશ છે. બુધવારના રોજ એક ઍવોર્ડ ફંક્શનમાં પોલીસ સુરક્ષા સાથએ પહોંચેલી દીપિકાએ કહ્યું હતું કે, લાંબા અંતરાલ અને પરેશાનીઓ બાદ ‘પદ્માવત’ રીલિઝ થઈ રહી છે, એટલે હવે ઉજવણી કરવાનો સમય આવી ગયો છે. ફિલ્મના બિઝનેસને લઈને દીપિકાએ કહ્યું હતું કે, મને ખબર છે કે, ‘પદ્માવત’ બોક્સઓફિસ પર એક નવો બેંચમાર્ક સ્થાપિત કરશે.
બીજી બાજુ ફિલ્મના અન્ય કલાકાર રણવીર સિંહે પણ ટ્વીટ કરીને ફિલ્મ રીલિઝ થવા પર આનંદ વ્યક્ત કર્યો હતો અને આ ફિલ્મનો હિસ્સો બનવાનું તેને ગૌરવ છે તેમ કહ્યું હતું. દીપિકાએ વધુમાં કહ્યું હતું કે, અત્યારે હું ખૂબ જ ભાવુક છું. આ ફિલ્મે ઘણી મુશ્કેલી સહન કરી છે અને આ હવે ફાઇનલી રીલિઝ થઈ રહી છે. લોકોએ ફિલ્મ જોઈને મારા કામની ખૂબ જ પ્રશંસા કરી છે. આ ફિલ્મની રીલિઝને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. રીલિઝનો દિવસ અમારા બધા માટે ખૂબ જ મોટો દિવસ હતો. હું મારી ફિલ્મની આખી ટીમ તરફથી મીડિયાનો આભાર વ્યક્ત કરું છું. મને લાગે છે કે, હવે ‘પદ્માવત’ માટે ઉજવણી કરવાનો સમય આવી ગયો છે.

