- Entertainment
- ‘દિલજીતની નાગરિકતા રદ કરો’, FWICE ગુસ્સે, હાનિયા આમીર છે કારણ
‘દિલજીતની નાગરિકતા રદ કરો’, FWICE ગુસ્સે, હાનિયા આમીર છે કારણ
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. જ્યારથી તેણે પોતાની ફિલ્મ 'સરદારજી 3'ના ટ્રેલરમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમીરને બતાવી છે, ત્યારથી ફિલ્મ પર પ્રતિબંધ લાગવાની માગ તેજીથી વધી ગઈ છે. હવે ફિલ્મ સાથે-સાથે સિગર્સ અને મેકર્સ પર હંમેશાં માટે પ્રતિબંધ લગાવની માગ કરવામાં આવી છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોય્ઝ (FWICE)એ એક પ્રેસ રીલિઝ જાહેર કરી છે, જેમાં તેણે ફિલ્મ 'સરદારજી 3'ના મેકર્સ પર હંમેશાં માટે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ એક પત્ર લખ્યો છે, જેમાં એવી અપીલ કરવામાં આવી છે કે, તેઓ સિંગરનો પાસપોર્ટ સીઝ કરીને તેની ભારતીય નાગરિકતા હંમેશાં માટે રદ કરી દે.
FWICEએ પોતાની પ્રેસ રીલિઝમાં લખ્યું કે, ‘અમે એક્ટર-સિંગર દિલજીત દોસાંઝ, ગણબીર સિંહ સિદ્ધુ, મનમોડ સિદ્ધુ અને ડિરેક્ટર અમર હુંદલ વિરુદ્ધ અમારી સખત નિંદા અને આક્રોશ વ્યક્ત કરીએ છીએ, જેમણે પોતાની આગામી ફિલ્મ ‘સરદાર જી 3’માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમીરને કાસ્ટ કરીને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું અપમાન કર્યું છે અને રાષ્ટ્રીય ભાવનાનું સન્માન કર્યું નથી.’
FWICEએ આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ અપીલ કરી છે કે, તેઓ કોઈ પણ વિલંબ કર્યા વિના દિલજીત અને ફિલ્મના મેકર્સ વિરુદ્ધ કોઈપણ વિલંબ કર્યા વિના કડકમાં કડક પગલાં ઉઠાવે. તેમણે કોઈ પણ વિલંબ કર્યા વિના તેમનો ભારતીય પાસપોર્ટ રદ કરવાની અને ભારતીય નાગરિકતા અને રાષ્ટ્રીય ઓળખ સાથે જોડાયેલા કોઈપણ અધિકાર, વિશેષાધિકારો અથવા પ્રતિનિધિત્વનો ફાયદો ઉઠાવવા પર બેન કરવાની માગ કરી.
ફેડરેશને હાનિયા આમીરની કાસ્ટિંગને પણ ખોટી ગણાવી. તેણે લખ્યું કે, હાનિયાએ ભારતની આર્મી અને દેશ વિરુદ્ધ ઘણું બધુ કહ્યું હતું, જ્યારે ભારતે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો. તેનું કોઈ પણ ભારતીય ફિલ્મમાં હોવું દેશના શહીદો અથવા શહીદોના પરિવારો માટે કોઈ શરમથી ઓછું નથી.
FWICEએ પોતાની પ્રેસ રીલિઝમાં તમામ ભારતીય OTT પ્લેટફોર્મ્સને પણ અપીલ કરી છે કે તેઓ દિલજીત દોસાંઝ સાથેના પોતાના બધા સંબંધો તોડી દે. માત્ર OTT જ નહીં, તેમનું કહેવું છે કે બધા ફિલ્મ પ્રોડ્યૂસર્સ અને ફિલ્મ ફેડરેશને દિલજીત સાથે કામ ન કરવું જોઈએ કેમ કે તેણે દુશ્મન સાથે કામ કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે, દિલજીતના ઘણા બોલિવુડ પ્રોજેક્ટ્સ થોડા સમયમાં આવવાના છે. તે સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી સાથે ‘બોર્ડર 2’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત, તે ઇમ્તિયાઝ અલીની ‘રોમેન્ટિક લવ સ્ટોરી’ ફિલ્મમાં પણ કામ કરશે. હવે દિલજીતના પ્રોજેક્ટ્સનું શું થશે તે જોવાનું રસપ્રદ રહેશે.

