યામીને ક્રાઈમ રિપોર્ટરના રોલમાં દર્શાવતી ‘લોસ્ટ’ જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

એક ગુમ થયેલો છોકરો જેને તેના ઘરના લોકો શોધી રહ્યા છે. છોકરાને શોધવાની જવાબદારી એક પત્રકારે ઉઠાવી છે, જેણે ઘણા ચેલેન્જિસનો સામનો કરવો પડશે. ફિલ્મ ‘લોસ્ટ’ની સ્ટોરી માત્ર આટલી જ છે પરંતુ, તેની સ્ટોરીમાં ઘણા લેયર્સ છે. સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘લોસ્ટ’ સારી મિસ્ટ્રી અને પરફોર્મન્સની સાથે કંઈક નવુ બતાવવા આવી છે.

સ્ટોરીની વાત કરીએ તો કોલકાતામાં સેટ આ ફિલ્મમાં પત્રકાર વિધિ સાહની (યામી ગૌતમ) એક યંગ થિએટર આર્ટિસ્ટ ઈશાન ભારતી (તુષાર પાંડે)ના ગાયબ થવાની સ્ટોરીને ફોલો કરી રહી છે. તેને ઈશાનની સાથે અંકિતા ચૌહાણ (પિયા બાજપાઇ) નામની છોકરીના સંબંધ અંગે જાણકારી મળે છે. અંકિતા હવે MLAની સીટને લક્ષ્ય બનાવીને આગળ વધી રહી છે અને રંજન વર્મન (રાહુલ ખન્ના) નામના નેતા સાથે કામ કરી રહી છે. શું ઈશાનના ગાયબ થવામાં અંકિતા અને રંજનનો હાથ છે? શું ઈશાનને વિધિ શોધી શકશે? ઈશાન ભાગી ગયો છે કે પછી સાચે ગૂમ થયો છે? આ તમામ સવાલ ફિલ્મ ઉઠાવે છે પરંતુ, શું તમને તેના જવાબ પણ મળશે આ ‘લોસ્ટ’માં તે જોવા જેવી વાત છે.

‘લોસ્ટ’નો ફર્સ્ટ હાફ ખૂબ જ સારો છે પરંતુ, તેનો સેકન્ડ હાફ મોમેન્ટમને તોડી નાંખે છે. ડાયરેક્ટર અનિરુદ્ધ રોય ચૌધરીની આ ફિલ્મમાં માત્ર એક પત્રકાર સ્ટોરીની પાછળ નથી ભાગી રહી, અહીં વર્ગ અને જાતિની વચ્ચેનો તફાવત તમને જોવા મળશે. યામી પિતૃસત્તાત્મક લોકો સામે લડતી દેખાશે. વિચારોની લડાઈ પણ આ ફિલ્મમાં છે, જ્યાં કહેવાય છે કે પત્રકાર પણ એક્સ્ટ્રીમિસ્ટ જેવા જ હોય છે. બંને જ એક જ ઘટનાને પોતાની થિયરી પ્રમાણે સત્ય સાબિત કરીને બતાવવાનો પ્રયત્ન કરે છે. તેની સ્ટોરી સારી છે પરંતુ, આ ફિલ્મ તમારા પર એટલી ગાઢ અસર નથી નાંખતી જેટલી તેની પાસે આશા હતી.

ફિલ્મમાં કેટલાક એક્ટર્સે સારું કામ પણ કર્યું છે. એક ક્રાઈમ જર્નાલિસ્ટના રોલમાં યામી છવાઈ ગઈ છે. તેણે પોતાના કેરેક્ટરને આત્મસાત્ કર્યું છે અને પોતાના રોલને ખૂબ જ સરસ અંદાજમાં નિભાવ્યો છે. એક પણ સીન એવો નથી જ્યાં તમને લાગે કે યામીએ થોડું વધારે કરી દીધુ. સાથે જ ઈમોશનલ સીન્સમાં તેનું કામ ખૂબ જ સારું હતું. રાહુલ ખન્ના એક નેતાના રોલમાં ખૂબ જ કમાલનો લાગે છે. પરંતુ, પંકજ કપૂર એવા એક્ટર છે, જેમને જોયા બાદ તમને વધારે મજા આવશે. આ ફિલ્મમાં તેઓ યામીને ઘણા લાઈફ લેશન્સ આપે છે. બંને વચ્ચેના સીન્સ જ આ ફિલ્મનો પ્રાણ છે.

‘લોસ્ટ’માં ઘણા સવાલોના જવાબ તમને અંતમાં નથી મળતા. ઘણી બાબતો છે, જે એક સાથે ફિલ્મમાં ચાલી રહી છે પરંતુ, તેનો અંત યોગ્યરીતે જોવા નથી મળતો. ફિલ્મની સ્પીડ પણ ઓછી છે. ક્યારેક એકદમ ફાસ્ટ અને ક્યારેક એકદમ ધીમે ચાલતી આ ફિલ્મ પોતાનું મોમેન્ટમ તોડે છે. સાથે જ તેનો ક્લાઇમેક્સ પણ ખૂબ જ ઉતાવળમાં બતાવવામાં આવ્યો, જે ફિલ્મને નીચે લઈ જાય છે. કુલ મળીને ફિલ્મ વધુ સારી બની શકતી હતી. જો તમે આ ફિલ્મ જોવા માંગતા હો તો તે ઝી5 પર સ્ટ્રીમ થઈ રહી છે.

ફિલ્મઃ લોસ્ટ

ડિરેક્ટરઃ અનિરુદ્ધ રોય ચૌધરી

સ્ટાર કાસ્ટઃ યામી ગૌતમ, પંકજ કપૂર, રાહુલ ખન્ના

ફિલ્મને મળેલા સ્ટાર્સ

ઈન્ડિયા ટીવી ન્યૂઝઃ 2.5 સ્ટાર્સ

નવભારત ટાઈમ્સઃ 2 સ્ટાર્સ

NDTV: 2 સ્ટાર્સ

IMDB:  3.5 સ્ટાર્સ

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.