- Entertainment
- રણવીર સિંહ પિતા બનવા પહેલા શીખવા માગે છે કોંકણી, કારણ જાણી શરમાઈ ગઈ દીપિકા
રણવીર સિંહ પિતા બનવા પહેલા શીખવા માગે છે કોંકણી, કારણ જાણી શરમાઈ ગઈ દીપિકા

દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહ અને તેના પુરા પરિવાર સાથે હાલ વેકેશન માણી રહી છે. આ વેકેશન દરમિયાન દીપિકા અને રણવીર ગાયક શંકર મહાદેવનના કોન્સર્ટમાં નાચતા જોવા મળ્યા હતા. એ સિવાય દીપિકા અને રણવીર કોંકણી સંમેલનનો ભાગ પણ બન્યા હતા. સૈન જોસમાં કોંકણી સંમેલનના 10માં એડિશનમાં દીપિકાને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે દીપિકા બોલી રહી હતી ત્યારે જ રણવીર પણ દીપિકાના આ ઇન્ટરવ્યૂનો ભાગ બન્યો અને તેણે જાતે કોંકણી ભાષા શીખવાની વાત કરી હતી. પરંતુ, એના માટે રણવીરે જે કારણ આપ્યું, એ સાંભળી કોઈપણ પોતાનું હાસ્ય રોકી ના શક્યું.
દીપિકાની સાથે સ્ટેજ પર પહોંચી રણવીરે કહ્યું, હું હવે કોંકણી ભાષા સમજું છું અને તેનું કારણ છે જે હું તમને જણાવીશ, કારણ કે હું નથી ઈચ્છતો કે જ્યારે ભવિષ્યમાં અમારા બાળકો થાય તો એમની માતા કોંકણી ભાષામાં મારા વિશે એમની સાથે વાત કરે. રણવીરની આ વાત સાંભળી ત્યાં બેઠેલા બધા જ લોકો હસી પડ્યા હતા. એ પછી દીપિકા પાદુકોણે આગળ કહ્યું કે, હાં, એકવાર તે મારી પાસે આવ્યો અને કહ્યું, બેબી, મારે કોંકણી શીખવી છે. તો મેં વિચાર્યું કે તે કેટલું સારું છે. હું સિંધી પણ શીખીશ, જોકે આને સિંધી આવડતી નથી. ત્યારે વાત વાતમાં મને ખબર પડી કે આ ભાષા શીખવા વિશે નથી, પરંતુ આ એટલા માટે છે કે હું બાળકોને એની વિરુદ્ધ ના કરું. દીપિકા અને રણવીરની આ વાતો સાંભળી બધા હસવા લાગ્યા હતા.
સિલિકોન વેલીના કેન્દ્રમાં આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમમાં પ્રદર્શન, સંગીત શો, સેમિનાર, ખાદ્યપદાર્થ અને કામ સાથે કોંકણી સંસ્કૃતિના વારસાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દીપિકાની સાથે તેના પરિવાર એટલે કે પિતા પ્રકાશ પાદુકોણ, માતા ઉજાલા પાદુકોણ અને તેની બહેન અનીષા પાદુકોણ પણ હાજર હતી. આ જ પ્રસંગની શરુઆત શંકર મહાદેવનના પ્રદર્શનથી થઈ હતી.
દીપિકાએ આ કાર્યક્રમ પછી એક પોસ્ટમાં લખ્યું, આપણા પાછલા ઇતિહાસ, મૂળ અને સંસ્કૃતિના જ્ઞાન વગર, લોકો મૂળ વિનાના વૃક્ષ જેવા છે. તમારો પ્રેમ, હૂંફ અને આશીર્વાદ માટે #KAOCA અને મારા સમાજના લોકોનો આભાર. હું વધારે ગર્વ કરી શકતી નથી.
Related Posts
Top News
આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!
વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે
Opinion
-copy.jpg)