'પઠાણ'ની દિવાનગી, એક સિનેમાઘરે એક દિવસમાં 50 શોનું આયોજન કર્યું

શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ પોતાની એક ફિલ્મ સાથે પાછો ફરી રહ્યો છે. શાહરૂખના ચાહકોએ 'પઠાણ'ને લઈને સોશિયલ મીડિયા પર બળવો કર્યો છે. 'ફર્સ્ટ ડે ફર્સ્ટ શો'ની હરીફાઈ ચાલી રહી છે. શાહરૂખ ખાન ફેન ક્લબે આ માટે ઘણી જગ્યાએ આખા થિયેટર જ બુક કરાવી રાખ્યા છે. એડવાન્સ બુકિંગનું તો જાણે પૂર આવ્યું હોય એમ છે. પહેલા દિવસે ફિલ્મની જોરદાર ઓપનિંગની વાત કરવામાં આવી રહી છે. મલ્ટિપ્લેક્સે એક અલગ રંગ ઉભો કર્યો છે, પહેલા જ દિવસે 50 શો થયા. તમે માનશો, એક ફિલ્મ છે અને તેના માટે મલ્ટિપ્લેક્સમાં એક દિવસમાં જ 50 શો છે. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ.

હકીકતમાં, સિનેપોલિસે 25 જાન્યુઆરીએ પૂણેના સીઝન્સ મોલમાં 'પઠાણ' માટે 49 શો રાખ્યા છે. પહેલો શો સવારે 8 વાગ્યે શરૂ થશે અને છેલ્લો શો રાત્રે 11:30 વાગ્યે નિર્ધારિત છે. દર 15 મિનિટથી અડધા કલાકે એક શો હોય છે. કેટલાક શો માત્ર 10 મિનિટના અંતરાલ પર હોય છે. 2Dમાં કુલ 44 શો અને 4DXમાં કુલ 5 શો છે. એ જ રીતે, 26 જાન્યુઆરીએ સિનેપોલિસે સીઝન્સ મોલમાં 50 શો મૂક્યા છે. સીઝન્સ મોલ સિવાય પુણેના ઘણા મલ્ટીપ્લેક્સમાં 'પઠાણ'ના લગભગ 30-30 શો છે.

આ તો વાત થઇ પુણેની, હવે મુંબઈ આવો. અહીં પણ સિનેપોલીસે પોતાનો અલગ જ રંગ બતાવ્યો છે. થાણેના વિવિયાના મોલે 'પઠાણ'ના પ્રથમ દિવસે કુલ 47 શો રાખ્યા છે. 2Dમાં કુલ 40 શો અને IMAX 2Dમાં 7 શો. 26મીએ પણ કુલ 30 શોનું આયોજન કરવામાં આવ્યું છે. પુણેની જેમ મુંબઈમાં પણ ઘણા સિનેમાઘરોએ 20થી વધુ શો રાખ્યા છે.

હવે ચાલો દિલ્હી તરફ. સિનેપોલિસ 25 જાન્યુઆરીએ NSP પેસિફિક મોલ, પિતામપુરા ખાતે કુલ 28 શો બતાવી રહી છે. 26 જાન્યુઆરીએ આ સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. આવા ઘણા INOXએ પણ 'પઠાણ' ના 20 થી 22 શો રાખ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે, ચેન્નાઈમાં પણ ઘણી જગ્યાએ 'પઠાણ'ના 10થી વધુ શો છે. માયાજલ મલ્ટીપ્લેક્સમાં 26 જાન્યુઆરીએ તમિલ અને હિન્દી સહિત કુલ 18 શો છે.

તેના પરથી એમ કહી શકાય કે, શાહરૂખ ખાનની ફિલ્મનો ક્રેઝ જોરદાર છે. 'પઠાણ'એ રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મ પહેલાથી જ વિદેશોમાં ધૂમ મચાવી રહી હતી. 'પઠાણ'નું છૂટાછવાયા એડવાન્સ બુકિંગ ભારતમાં 18મીથી શરૂ થયું હતું. 20 જાન્યુઆરીથી આ મામલો સંપૂર્ણ રીતે શરૂ થયો હતો. દરેક જગ્યાએથી હાઉસફુલના સમાચાર આવી રહ્યા છે. લોકો કોઈપણ કિંમતે આ ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની ટિકિટ ખરીદવા તૈયાર છે. ટિકિટની કિંમત 2100 રૂપિયા થઈ ગઈ છે. પરંતુ ઘણી જગ્યાએ આ ફિલ્મની ટિકિટ રૂ.55 થી રૂ.88 સુધી પણ ઉપલબ્ધ છે. બુક માય શોમાં માત્ર 36 કલાકમાં ચાર લાખ ટિકિટ વેચાઈ હતી.

બુક માય શો, સિનેમાઝના COO આશિષ સક્સેના કહે છે કે, 'શાહરૂખ ચાર વર્ષની લાંબી રાહ બાદ પુનરાગમન કરી રહ્યો છે. બુક માય શો પર 'પઠાણ' માટે 36 કલાકની અંદર ચાર લાખ ટિકિટો બુક કરવામાં આવી છે.'

દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જેવા કલાકારો પણ શાહરૂખ ખાન સાથે 'પઠાણ'માં કામ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. રિલીઝ ડેટ 25 જાન્યુઆરી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.