સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાનો થયો કાર અકસ્માત, હૈદરાબાદ જતા હતા

સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા એક મોટા અકસ્માતમાં બચી ગયા. અભિનેતા આંધ્રપ્રદેશના પુટ્ટાપર્થીથી હૈદરાબાદ જઈ રહ્યા હતા ત્યારે એક બલેનો કારે તેમની કારને પાછળથી ટક્કર મારી દીધી, જેના કારણે કારને નુકસાન થયું. જોકે, અભિનેતાને કોઈ ઈજા થઈ નથી અને તે સુરક્ષિત છે. એવું કહેવાય છે કે તેમને ટક્કર મારનાર કાર રોકાયા વિના ઝડપથી ચાલી ગઈ હતી. અકસ્માત બાદ, અભિનેતાના ડ્રાઇવરે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમણે તપાસ શરૂ કરી છે.

Vijay-Deverakonda
aajtak.in

હૈદરાબાદ જઈ રહ્યા હતા અભિનેતા 

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, વિજય દેવરકોંડાની કાર તેલંગાણાના જોગુલામ્બા ગડવાલ જિલ્લા નજીક દુર્ઘટનાનો શિકાર થઈ હતી. આ અકસ્માતમાં અભિનેતાને કોઈ ઈજા થઈ નથી. અભિનેતા આંધ્રપ્રદેશના પુટ્ટાપર્થીથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. એક અજાણ્યા વાહને અભિનેતાની કારને પાછળથી ટક્કર મારી હતી, જેમાં કારને નુકશાન થયું હતું.

ક્ષતિગ્રસ્ત કારના વીડિયો વાયરલ થયા

સોશિયલ મીડિયા પર વિજય દેવરકોંડાની ક્ષતિગ્રસ્ત કારના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર પર કેટલાક નિશાન જોવા મળે છે. અકસ્માતમાં કારની ડાબી બાજુ નુકસાન થયું હતું, પરંતુ અન્ય કોઈ ઈજાના અહેવાલ નથી, અને અભિનેતા અને તેનો ડ્રાઈવર બંને સુરક્ષિત છે. આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળે છે. અભિનેતા હૈદરાબાદ જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક કાર જમણી બાજુ પલટી ગઈ અને તેમની કારની ડાબી બાજુ ટકરાઈ ગઈ.

Vijay-Deverakonda2
bollywoodshaadis.com

રશ્મિકા મંદાનાથી સગાઈની ચર્ચાઓ

વિજય દેવરકોંડા હાલમાં અભિનેત્રી રશ્મિકા મંડાનાની સાથે સગાઈને લઈને સમાચારમાં છે. એવું કહેવાય છે કે અભિનેતાએ 3 ઓક્ટોબરે અભિનેત્રી સાથે સગાઈ કરી હતી. આ પ્રસંગે બંને પરિવારો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. જોકે, સગાઈની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કાર્યક્ષેત્રે, વિજય દેવરકોંડા છેલ્લે "કિંગડમ" માં જોવા મળ્યા હતા, જે હવે થિયેટર રીલિઝ પછી OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. રશ્મિકા "થમ્મા" માં આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.