પેથાપુર હાઇવેની આઇસર પલટી ગઈ, ચાના કપની જગ્યાએ અંદરથી નીકળી દારૂની પેટીઓ

પેથાપુર નજીક દારૂ ભરેલો આઇસર ટ્રક પલટી ગયો હતો. ચા પીવાના મગની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. આઇસરમાં માલ-સામાનની આડમાં દારૂ લઇ જવાતો હતો. રાજસ્થાનથી ગુજરાતમાં ચાના મગ ભરી લઇ જતા આઇસરમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પેથાપુર હાઇવે પર આવેલી કાળી નદી પૂલ પર અકસ્માતની ઘટના બની છે. આઇસર ગાડીમાંથી 30 પેટી દારૂ મળી આવ્યો છે. અકસ્માત થતા ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં શાહીબાગમાં આવેલી પોલીસ કમિશનરની ઓફિસના થોડા અંતરેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ગુજરાત લઘુ એસ્ટેટ ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ આવી પહોંચી હતી. પોલીસે 11,366 વિદેશી દારૂની બોટલો સહિત 26.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ કમિશનર ઓફિસની પાછળ જ હેરાફેરી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં માધુપુરા પોલીસ ઉંઘતી હાય તેમ લાગી રહ્યું છે.

ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં કુખ્યાત બુટલેગરે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઉતારીને હેરાફેરી કરવાની ફિરાકમાં હતો. જેની બાતમીના આધારે LCBની ટીમે દરોડા પાડીને 15 લાખ રૂપિયાની કિંમતની 324 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરીને સ્થળ ઉપરથી ઉનાના ઉમેજ અને સામતેર ગામના 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. આ દારૂનો જથ્થો દમણના વ્યક્તિએ મોકલ્યો હતો. જે અમરેલીના સાવરકુંડલાના વ્યક્તિને આપવાનો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે.

આ દારૂનો જથ્થો પોલીસની નજરથી છૂપો રહે તે માટે બુટલેગરે ચતુરાઇપૂર્વક પોતાની વાડીમાં બની રહેલા નવા મકાનની બાજુમાં ખાડા જેવું નજરે પડતા અંદાજે 6 બાય 4ની સાઇઝના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હતો, જેને LCBની ટીમે શોધી કાઢ્યો હતો. આ મામલે પોલીસે પકડેલા બંને બુટલેગરો ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

થોડા દિવસ અગાઉ જ ગાંધીનગરમાં પણ કંઇક એવી જ ઘટના બની હતી. રાજસ્થાનથી અમદાવાદ જતી બસમાંથી પોલીસે પ્લાયવુડ પાર્સલની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર લક્ઝરી કે ST બસમાં મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરી વધી હતી. પોલીસ દ્વારા આ પ્રકારની મોડસ ઓપરેન્ડીને ખુલ્લી પાડી દેવામાં આવતા હવે બસમાં પાર્સલની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે.

ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક લક્ઝરી બસને ઊભી રાખી હતી. જેની ડિકીમાં તપાસ કરતા 25 જેટલા પાર્સલ શંકાસ્પદ જણાયા હતા. આ બાબતે પૂછવામાં આવતા રાજસ્થાનના નાથદ્વારા પાસે રમેશ મેઘવાલ નામના વ્યક્તિએ આ પાર્સલ આપ્યા હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ કરતા પ્લાયવુડની અંદર વિદેશી દારૂની 132 જેટલી બોટલ મળી આવી હતી. 95 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરીને રમેશ મેઘવાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.