કેપી ગ્રુપે દક્ષિણ ગુજરાતમાં પવનચક્કી નાંખી

રિન્યુએબલ સેક્ટરમાં કામ કરતા ઈન્ડિયાના અગ્રેસર અને સુરત સ્થિત કેપી ગ્રુપ દ્વારા ઈતિહાસ રચવામાં આવ્યો છે. કેપી ગ્રુપના નેજા હેઠળ ચાલતી કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ(એનએસઈ-બીએસઈ લિસ્ટેડ)ના ફાળે દક્ષિણ ગુજરાતની ધરતી પર સૌપ્રથમવાર હાઈબ્રિડ પોલીસે અંતર્ગત વિન્ડ ટર્બાઈન ઈન્સ્ટોલ કરીને તેને કમિશનિંગ કરવાનું શ્રેય જાય છે. કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ફારુક પટેલના વિઝન અને સાયન્ટિફિક એપ્રોચને કારણે આ પ્રોજેક્ટ આગળ વધ્યો અને કંપનીએ હાઈબ્રિડ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાના કોરા ગામ ખાતે કુલ 7 વિન્ડ ટર્બાઈન નાંખી છે, જ્યારે સારોજ અને સામોજમાં સોલાર પ્લાન્ટ નંખાયો છે. અત્યારસુધી પવન ચક્કી માટે શ્રેષ્ઠ હવા ગુજરાતના ભાવનગર, પોરબંદર, કચ્છ સહિતના વિભાગો મહત્વના મનાતા હતા પરંતુ કેપી ગ્રુપના આ ખૂબ જ અભ્યાસુ સાહસથી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રને નવી દિશા મળી છે અને દક્ષિણ ગુજરાતમાં પવનચક્કી સેક્ટરમાં નવા બીજ રોપાયા છે.

 

કંપનીના સીએમડી ફારુક પટેલે કહ્યું કે, ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી રિન્યુએબલ એનર્જી પોલિસીને કારણે પ્રોજેક્ટ સરળતાથી પૂરો કરી શકાયો. ટર્બાઇનની ત્વરિત જોગવાઈ કરવા બદલ સુઝલોન અને સેવિયોન કંપનીનો પણ આભાર વ્યક્ત કર્યો. ફારુક પટેલે નોવિયો જ્વેલરી એલએલપીના પ્રમોટર બકુલ લિમ્બાસિયાનો વિશેષ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેઓએ અમારી કંપનીના વિઝનમાં પ્રથમ વિશ્વાસ કરીને રોકાણ કર્યું. તેઓએ ભરોસો મુકવા બદલ સ્ટેકહોલ્ડર્સનો પણ આભાર વ્યક્ત કર્યો. ફારુક પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 500 ગીગાવોટ્સના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યમાં અમે પણ યોગદાન આપી રહ્યાં છે તે અમારા માટે ગર્વની વાત છે. આ સાત વિન્ડ ટર્બાઈનો નોવીયો જ્વેલરી એલએલપી, ગ્રીન લેબ ડાયમંડ, મોનો સ્ટીલ માટે સીપીપી હેઠળ અને એક ટર્બાઈન કેપીઆઈ ગ્રીન એનર્જી લિ.એ પોતે આઈપીપી હેઠળ ઈન્સ્ટોલ કરી છે. કેપી ગ્રુપ દક્ષિણ ગુજરાતમાં બીજા ઘણા પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવા માટે આતુર છે અને તે વર્ષ 2025 સુધીમાં 2 ગીગાવોટ્સ સોલાર-વિન્ડ પ્રોજેક્ટ કરવાનો લક્ષ્ય ધરાવે છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.