- Gujarat
- વકીલ શ્રેયસ દેસાઇનું ગ્રાહક સુરક્ષા વિષયક 10મું પુસ્તક બહાર પડ્યું
વકીલ શ્રેયસ દેસાઇનું ગ્રાહક સુરક્ષા વિષયક 10મું પુસ્તક બહાર પડ્યું

સુરત ગ્રાહક સુરક્ષા ક્ષેત્રમાં નામાંકીત વકીલ અને લેખક સુરક્ષા વિષયક પુસ્તકોના લેખક શ્રેયસ દેસાઇ 10મું અંગ્રેજી પુસ્તક Landmark Judgments of Supreme Court and National Commission on Consumer Protection કે જે તેમણે વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ સુરતના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. ઇરમલા દયાલ સાથે મળીને તૈયાર કર્યું છે. તે હાલમાં જ પ્રકાશિત થયું છે. શ્રેયસ દેસાઇ લગભગ 43 વર્ષથી વકીલાત કરી રહ્યા છે. અને ગ્રાહક અદાલતોમાં લગભગ 10 હજાર જેટલા કેસો-અપીલો ચલાવ્યા છે. તેમના લખેલા 10 કાનૂન વિષયક અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમની સાપ્તાહિક કોલમ પણ આવે છે. જાણીતા પ્રકાશક નોબલ લો પબ્લીશર્સના સુનીલ સચદેવા દ્વારા પ્રકાશિત આ 600 પાનાનાં પુસ્તકમાં 2020થી 2023 દરમિયાન સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગના કૃષિ, બેન્કીંગ, ટુર્સ-ટ્રાવેલ્સ, બાંધકામ, શૈક્ષણિક સંસ્થાઓ, તબીબી બેદરકારી, ઇન્સ્યુરન્સ વગેરે ક્ષેત્રોના 50 ચૂંટેલા Landmark ચુકાદાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક કાયદાના વ્યવસાયિકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ માટે કિંમતી ખજાો પુરો પાડશે.