જેને સમજી મીરા તે નીકળી લૂંટારુ, એન્જિનિયરને અમદાવાદમાં ડેટિંગ ભારે પડી

દિલ્હીમાં રહેતા એક એન્જિનિયરને અમદાવાદ શહેરમાં ડેટિંગ કરવાનો શોખ ભારે પડી ગયો. એક મોટી કંપનીમાં કામ કરતા યુવકે થોડા દિવસ પહેલા એક ઓનલાઈન ડેટિંગ એપ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. એકાઉન્ટ બનાવ્યા બાદ યુવકને એક ID પરથી સુંદર પ્રોફાઈલ ફોટો સાથે કોલ આવ્યો હતો. યુવકે વાત કરી. યુવતીએ પોતાનું નામ મીરા જણાવ્યું હતું. બંનેએ મળવાનો પ્રોગ્રામ બનાવ્યો અને પછી બંને અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પર ફરવા ગયા હતા. આ પછી મીરાએ એન્જિનિયર યુવકને ડેટિંગ માટે હોટેલમાં જવા માટે કહ્યું. જ્યારે યુવક ડેટ પર હોટલ પહોંચ્યો ત્યારે બે ટ્રાન્સજેન્ડરોએ તેની પાસેથી રોકડ અને લેપટોપ છીનવી લીધું હતું. યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક ટ્રાન્સજેન્ડરની ધરપકડ કરી છે.

અમદાવાદની એલિસબ્રિજ પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીના રહેવાસી અમિત ગોયલ તરફથી ફરિયાદ મળી હતી કે, તેને બે ટ્રાન્સજેન્ડરોએ લૂંટ્યો હતો. પોલીસ અનુસાર, ગોયલે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે એક ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા મીરાના સંપર્કમાં આવ્યો હતો. તેના કહેવાથી હોટેલ બુક કરાવી હતી. જ્યારે તે હોટલ પર પહોંચ્યો અને સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેણે પોતાનો ટુવાલ ખેંચીને તેને નીચે પાડી દીધો અને તે પછી બંને ટ્રાન્સજેન્ડરો 9,000 રૂપિયા રોકડા સાથે 25,000 રૂપિયાનું લેપટોપ લઈ ગયા. આ પછી તેણે ધમકી આપી કે, જો કોઈ ફરિયાદ કરશે તો તેને ખોટા કેસમાં ફસાવી દેશે.

ગોયલની ફરિયાદના આધારે એલિસબ્રિજ પોલીસે વસ્ત્રાપુરની હોટલમાં કાર્યવાહી કરી ત્યારે આ દરમિયાન પોલીસને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હોટલમાં હાજર ટ્રાંસવૂમને બધાની સામે કપડાં ઉતારી દીધા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બે ટ્રાન્સવુમન યુવકો સાથે ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા આવી ઘટનાઓ કરી રહી હતી, જો કે હોટલમાં આ હંગામા વચ્ચે એક ટ્રાન્સવુમન ભાગી ગઈ હતી. પોલીસે એક ટ્રાન્સ વુમનને પકડી લીધી છે. જેની ઓળખ સના શેખ તરીકે થઈ છે. તે દિલ્હીની રહેવાસી છે. અહીં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બીજી ટ્રાન્સવુમન મીરા સાથે રહેતી હતી.

પોલીસના હાથે ઝડપાયેલી ટ્રાન્સવુમન સના શેખના મોબાઈલ ફોનની તપાસમાં ખુલાસો થયો છે કે, બંને મહિલાઓ અનેક શહેરોમાં હવાઈ મુસાફરી કરી ચૂકી છે. આ રીતે તેણે ઘણા લોકો પાસેથી પૈસા પણ ભેગા કર્યા છે. પોલીસે બંને સામે FIRમાં જાહેર સ્થળે અભદ્ર વર્તનની કલમો પણ ઉમેરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને તે બંનેએ કેટલા લોકો સાથે આવી ઘટનાઓને અંજામ આપ્યો છે, તે જાણવા મળશે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.