વોટોની ગણતરી સાથે જ ગણવામાં આવશે VVPATની પરચીઓ? SCએ ચૂંટણી પંચ પાસે માગ્યો જવાબ

ચૂંટણીમાં હાર બાદ વિપક્ષ તરફથી ઘણી વખત EVMનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી બાદ વોટ ગણતરી દરમિયાન EVM સાથે બધી VVPAT પરચીઓ પણ ગણવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી છે. હવે ચૂંટણી પંચ પાસે સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો છે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની પીઠે, સામાજિક કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલના વકીલોની દલીલો સાંભળી હતી. ત્યારબાદ અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ આપવામાં આવી છે.

અરુણ કુમાર અગ્રવાલે પોતાની અરજીમાં કહ્યું કે, સરકારે લગભગ 24 લાખ VVPAT ખરીદી કરવા લગભગ 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ વર્તમાનમાં લગભગ 20 હજાર VVPAT પરચીઓ જ વેરિફાઇડ છે. કોર્ટમાં આગામી સુનાવણી 17 મેના રોજ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના પગલાં બાદ વિપક્ષ ગદગદ છે. જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર લખ્યું 'VVPATના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચને નોટિસ આપી છે. ચૂંટણી પંચે INDIA ગઠબંધન નેતાઓના એક પ્રતિનિધિમંડળને મળવાનો ઇનકાર કર્યો છે.

તેમણે વધુમાં લખ્યું કે, અમારી માગ હતી કે EVM પર જનતાનો વિશ્વાસ વધારવા અને ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે VVPAT પરચીઓનું 100 ટકા મર્જર કરવામાં આવે. આ સંબંધમાં આ નોટિસ પહેલું અને ખૂબ મહત્ત્વપૂર્ણ પગલું છે, પરંતુ તેની સાર્થકતા માટે ચૂંટણી શરૂ થવા અગાઉ જ કેસ પર નિર્ણય લેવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, VVPATનું આખું નામ વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ છે, જે એક વોટ વેરિફિકેશન સિસ્ટમ છે. આ વોટર્સને એ જોવાની મંજૂરી આપે છે કે તેનું વોટ એ જ ઉમેદવારને ગયું છે કે નહીં, જેને તેણે વોટ આપ્યું છે. VVPATના માધ્યમાંથી જ કાગળની પરચી નીકળે છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) 2024ની લોકસભાની ચૂંટણી માટે 'અબકી બાર 400 પાર'નો નારો આપ્યો છે. તેને લઈને પણ સવાલ ઉઠવા લાગ્યા છે. હાલમાં જ RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, ભાજપવાળા 400 પાર કહી રહ્યા છે. શું EVM પહેલાથી જ સેટિંગ છે? છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે જ્યારે ભાજપની જીત થઈ છે તો ત્યાં વિપક્ષે EVM ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટની નોટિસ પર શું જવાબ આપે છે.

About The Author

Related Posts

Top News

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના શીર્ષકને લઈને થયેલા વિવાદ બાદ, 'પંડિત' શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો...
National 
 ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

આપણું ગુજરાત જેને આપણે સૌ ગુજરાતીઓ આપણી ‘કર્મભૂમિ’ કહીએ છીએ, જ્યાં મહેનતના પરસેવાનું ટીપું પણ હીરો અને સોનું બની જાય...
Opinion 
ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઉત્તર પ્રદેશ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (SI) ભરતી પરીક્ષા સાથે સંબંધિત એક મોટી સાયબર છેતરપિંડી સામે આવી છે. UP STFની...
National 
UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઘરમાં પાઇપવાળી ગેસ હોય, તો LPG સિલિન્ડર ભૂલી જાઓ: પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો નિર્દેશ

રસોઇના બજેટ અને ગેસના અર્થશાસ્ત્રમાં આજે એક એવો ભુકંપ આવ્યો છે, જેણે મધ્યમ વર્ગના પરિવારોની બેકઅપ યોજનાઓને સંપૂર્ણપણે ઉથલાવી દીધી...
National 
ઘરમાં પાઇપવાળી ગેસ હોય, તો LPG સિલિન્ડર ભૂલી જાઓ: પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો નિર્દેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.