- Maharashtra Assembly Election
- મનોજ જરાંગેની રણનીતિથી મહારાષ્ટ્રમાં કોને ફાયદો અને કોને નુકસાન?
મનોજ જરાંગેની રણનીતિથી મહારાષ્ટ્રમાં કોને ફાયદો અને કોને નુકસાન?

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તરીખોની જાહેરાત બાદ 2 વર્ષ સુધી લાઇમલાઇટમાં રહેલા મનોજ જરાંગે પાટીલ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. જો કે, તેઓ પોતે ચૂંટણી નહીં લડે. તેમના આ નિર્ણાયથી કોને ફાયદો થશે અને કોને નુકસાન એ જોવું રસપ્રદ રહેશે. મનોજ જરાંગે પાટીલે રણનીતિ બનાવી છે કે તેઓ પોતાના ઉમેદવાર ઉતારશે, અન્ય પાર્ટીઓ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોનું સમર્થન કરશે અને પ્રતિદ્વંદ્વી પાર્ટીઓના કેટલાક ઉમેદવારોની હાર માટે પૂરી મહેનત કરશે. તેમની આ રણનીતિની અસર મહાયુતિ કે મહા વિકાસ અઘાડી (MVA) કોના પર પડશે, આવો સમજીએ.
મનોજ જરાંગે પાટીલ એક નાનકડા ગામના કાર્યકર્તાથી લઇને મરાઠા સમુદાય વચ્ચે મહત્ત્વપૂર્ણ સમર્થનવાળા એક પ્રમુખ નેતા બની ગયા છે. તેઓ હંમેશાં દાવો કરતા રહ્યા છે કે તેમને રાજનીતિમાં કોઇ રસ નથી. તેમનું પ્રાથમિક ધ્યાન અન્ય પછાત વર્ગ (OBC)ની શ્રેણી હેઠળ મરાઠા સમુદાય માટે અનામત હાંસલ કરવાનું અને ગરીબ મરાઠાઓ માટે કલ્યાણની વકીલાત કરવાનું છે. વિધાનસભાની ચૂંટણી હેઠળ મહાયુતિ અને MVA બંને જ ગઠબંધન મનોજ જરાંગે પાટીલની યોજનાઓ પર સૂક્ષ્મતાથી નજર રાખી રહ્યા છે.
વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં મનોજ જરાંગે પાટીલના મરાઠા આંદોલને ભારતીય જનતા પાર્ટી (BJP)ને ખૂબ પ્રભાવિત કરી હતી, જેથી તેની સીટો 23થી ઘટીને માત્ર 9 રહી ગઇ. તેમના આંદોલનનું કેન્દ્ર મરાઠવાડામાં પાર્ટી 8માંથી એક પણ સીટ જીતવામાં સફળ થઇ નહોતી. રાજનીતિથી દૂર રહેવાના પોતાના વલણથી સ્પષ્ટ રૂપે અલગ હટતા મનોજ જરાંગે પાટીલે રવિવારે જાલના જિલ્લાના અંતરવાલી સારથી ગામમાં એક સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે મને ચૂંટણી લડવામાં કોઇ રસ નથી. અમે ઘણા મોરચાઓ પર પોતાની વાત રાખવા માટે રણનીતિ તૈયાર કરીશું. અમે SC/ST ઉમેદવારોનું સમર્થન કરીશું અને એ બધાની હાર સુનિશ્ચિત કરીશું જે અમારી વિરુદ્ધ છે.