- Maharashtra Assembly Election
- પ્રાદેશિક પાર્ટીઓનો કોંગ્રેસ સાથે મોહભંગ, હવે કોઇ ગઠબંધન કરવા નથી માંગતુ
પ્રાદેશિક પાર્ટીઓનો કોંગ્રેસ સાથે મોહભંગ, હવે કોઇ ગઠબંધન કરવા નથી માંગતુ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં સીટ શેરિંગ મુદ્દા પર ઇન્ડિયા ગઠબંધનમાં ભારે મગજમારી થયેલી.પરંતુ 15 રાજ્યોની 46 વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ સીટ શેરીંગ પર ભાંજગડ ઉભી થઇ છે. એવું તે શું થયું છે કે હવે પ્રાદેશિક પાર્ટીઓ કોંગ્રેસ સાથે ચૂંટણીમાં ગઠબંધન કરવાના મૂડમાં નથી. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન પછી હવે કોંગ્રેસ સાથે ગઠબંધન તુટી રહ્યા છે.
પ્રાદેશિક પાર્ટીઓ હવે કોંગ્રેસથી ગઠબંધન કરવાથી દુર થઇ રહી છે તેનું એક કારણ એ છે કે પ્રાદેશિક પાર્ટીઓને જોખમ લાગે છે કે જો એક વખત કોંગ્રેસ ઘુસી જશે તો પ્રાદેશિક પાર્ટીઓ ખતમ થઇ જશે. બીજું કારણ એ છે કે, કોંગ્રેસ મોટાભાઇની ભૂમિકા ભજવવા માંગતું નથી. ત્રીજુ કારણ એ છે કે, કેટલાંક રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીઓ અને તેમના લીડર્સ વધારે મજબુત છે. જેમકે ઉત્તર પ્રદેશમાં અખિલેશ, બંગાળમાં મમતા, પંજાબ- દિલ્હીમાં કેજરીવાલ, ઝારખંડમાં હેમંત સોરેન. ચોથું કારણ એ છે કે, કોંગ્રેસ જલ્દી નિર્ણય લઇ શકતી નથી.

