વરસાદનો વધુ રાઉન્ડ શરૂ થવાનો, હવામાન વિભાગની આગાહી મુજબ આ જગ્યાએ ગાજ-વીજ સાથે ખાબકશે વરસાદ
ગુજરાતમાં વર્ષા ઋતુની ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ એ અગાઉ મેઘરાજા તાંડવ કરતા દેખાઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ જોરદાર બેટિંગ કરી રહ્યા છે. હવે હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં પણ આજે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગલ્ફ ઓફ કચ્છમાં વોલમાર્ક લૉ પ્રેશર અને બે મોનસૂન ટ્રફને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, આગામી 3 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજ-વીજ સાથે વરસાદની પડી શકે છે. તો માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલલે વરસાદની આગાહી કરતા સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, અહીં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે, બંગાળના સાગરમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 4-6 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 7 ઓક્ટોબર બાદ વરસાદની રાજ્યમાંથી વિદાય લઈ શકે છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સીઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 108%થી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135%, ઉત્તર ગુજરાતમાં 118%, દક્ષિણ ગુજરાતમાં 112%, પૂર્વ-મધ્યમમાં 110%, જ્યારે સૌરાષ્ટ્રમાં 93%થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.

