મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ નજીક એક ફેક્ટરી પર દરોડા પાડ્યા. ડૉ. કિરોડી લાલ મીણા રાત્રે 11:15 વાગ્યે પહોંચ્યા હતા અને રસાયણો ભેળવીને કૃત્રિમ ઘી બનાવતી એક ફેક્ટરી પકડી પાડી હતી. આ દરમિયાન 2 ટેન્કર નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું. પોલીસ, CMHO દૌસા અને ખાદ્ય વિભાગની એક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

Kirodi-Lal-Meena.jpg-2

મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ દૌસા-ભરતપુર જિલ્લાની સીમા પર સ્થિત દાઉજી મિલ્ક ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં રાત્રે દરોડા પાડ્યા અને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ગંભીર ખાદ્ય સુરક્ષા ઉલ્લંઘનોનો પર્દાફાશ થયો. એવું જાણવા મળ્યું કે દૂધ આધારિત ઉત્પાદનો ઘી, માવા અને દૂધથી નિર્મિત અન્ય ઉત્પાદનો સહિત સંપૂર્ણપણે નકલી અને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી રહ્યા હતા. આ ઉત્પાદનો નિરમાનમા અસ્વીકૃત, હલકી ગુણવત્તાવાળા અને હાનિકારક ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યા હતા, જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હતા.

કિરોડી લાલ મીણાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ કૃત્ય ન માત્ર ખાદ્ય સુરક્ષા કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, પરંતુ માનવીય સંવેદનાઓ અને નૈતિક મૂલ્યોનું ઘોર અપમાન પણ છે. રાજ્ય સરકાર જરૂરી પગલાં લેશે અને જવાબદારી નક્કી કર્યા બાદ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આગ્રા અને બિહારથી અહીં દૂધ લાવવામાં આવી રહ્યું છે, જે યુરિયા ખાતર અને કેમિકલથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ દૂધમાંથી નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે. ઘી બનાવવામાં વપરાતા રસાયણોના ડ્રમ માટીના ઢગલા નીચે દબાવીને રાખવામાં આવ્યા હતા, જેને કિરોડી લાલ મીણાએ JCBની મદદથી કઢાવ્યા. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોનું માથું ફરી ગયું. ઘટનાસ્થળે ઘણી અલગ-અલગ કંપનીઓના પેકેટ પણ મળી આવ્યા હતા.

Kirodi-Lal-Meena.jpg-3

આખી કાર્યવાહી દરમિયાન CMHO અને પોલીસ ઘટનાસ્થળ પર હાજર રહ્યા હતા. ઘટનાસ્થળ પરથી વિવિધ બ્રાન્ડ નામો હેઠળ પેક કરાયેલા ડઝનબંધ ઉત્પાદનો પણ મળી આવ્યા હતા. ફેક્ટરીમાં અનેક શંકાસ્પદ રસાયણોવાળા ડ્રમ અને બેગ મળી આવ્યા હતા. દુર્ગંધ મારતા લિક્વિડથી ભરેલા ડ્રમ દબાયેલા મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગના બે નિરીક્ષકોની એક ટીમે નમૂના એકત્રિત કર્યા છે. ફેક્ટરી કેમ્પસમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, આ કાર્યવાહી રાત્રે 1:00 વાગ્યા સુધી ચાલુ રહી.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.