- National
- ‘જ્યારે વિપક્ષ ચર્ચા જ કરી રહ્યું નથી તો..’ શશિ થરૂરે ફરીથી લીધું અલગ સ્ટેન્ડ; શુભાંશુ શુકલાના કરી પ...
‘જ્યારે વિપક્ષ ચર્ચા જ કરી રહ્યું નથી તો..’ શશિ થરૂરે ફરીથી લીધું અલગ સ્ટેન્ડ; શુભાંશુ શુકલાના કરી પ્રશંસા
સોમવારે વિપક્ષી પાર્ટીઓએ અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાના આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર સફળ મિશન અને અંતરિક્ષ ક્ષેત્રે ભારતની પ્રગતિમાં ભારતની પ્રગતિ પર સંસદમાં પ્રસ્તાવિત વિશેષ ચર્ચામાં ભાગ લીધો નહોતો. તેમણે બિહારમાં મતદાર યાદીના SIR સહિત કેટલાક મુદ્દાઓ પર ચર્ચાની માગણી સાથે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી દિવસભર માટે મુલતવી રાખવી પડી હતી. આ દરમિયાન આ મુદ્દા પર શશિ થરૂરના વલણે બધાનું ધ્યાન ખેંચ્યું. તેમણે કહ્યું કે, ભલે વિપક્ષ આ ખાસ ચર્ચામાં ભાગ લઈ રહ્યું ન હોય, તેઓ શુભાંશુ શુક્લાના મિશન પર ગર્વ વ્યક્ત કરવા માગે છે.
કોંગ્રેસના નેતાએ અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાની ઉપલબ્ધિની પ્રશંસા કરતા કહ્યું કે, બધા ભારતીયોને તેમના તાજેતરના મિશન પર ગર્વ છે, જે માનવ અંતરિક્ષ ઉડાણમાં ભારતની મહત્ત્વકાંક્ષાઓના શક્તિશાળી પ્રતિકના રૂપમાં સેવા આપશે. તેમણે કહ્યું કે શુક્લાની ઐતિહાસિક ઉડાણથી નવી પેઢીને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત અને અંતરિક્ષ માટેના અભ્યાસમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા મળી છે, જે ભારતના દીર્ઘકાલીન અંતરિક્ષ લક્ષ્યોને જાળવી રાખવા માટે જરૂરી છે.
https://twitter.com/ShashiTharoor/status/1957336623336612291
થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘વિપક્ષ વિશેષ ચર્ચામાં ભાગ લઈ રહ્યો ન હોવાથી, હું કહેવા માગુ છું કે કમાન્ડર શુભાંશુ શુક્લાના આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)ના તાજેતરના મિશન પર બધા ભારતીયોને કેટલો ગર્વ છે. તે આપણા દેશના પોતાના માનવ અંતરિક્ષ ઉડાણ કાર્યક્રમ, ગગનયાન માટે એક પગથિયાં તરીકે કામ કરશે. થરૂરે કહ્યું કે, ‘શુક્લાના મિશનથી ISROને અમૂલ્ય વ્યાવહારિક અનુભવ અને ડેટા પ્રદાન કર્યો, જેનું ‘સિમ્યુલેશન’માં પુનરાવર્તન નહીં કરી શકાય. આ મિશને વાસ્તવિક અંતરિક્ષ વાતાવરણમાં ભારતીય સિસ્ટમો અને પ્રોટોકોલનું પરીક્ષણ સંભાવ બનાવ્યું. અંતરિક્ષમાં માનવ સ્વાસ્થ્ય અને છોડના વિકાસ પરના અભ્યાસ સહિત અનેક વૈજ્ઞાનિક પ્રયોગો ટેક્નિકલી અને વૈજ્ઞાનિક પુરાવા પ્રદાન કરશે જે ગગનયાન માટે જીવનરક્ષક અને ચિકિત્સા પ્રણાલીઓ ડિઝાઇન કરવામાં સીધી રીતે મદદગાર સાબિત થશે.
શશિ થરૂરે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે ભાગીદારીમાં સંચાલિત શુક્લાના મિશનથી વૈશ્વિક અંતરિક્ષ કૂટનીતિમાં ભારતની ભૂમિકા મજબૂત કરી છે. તે બહુપક્ષીય અંતરિક્ષ પ્રયાસોમાં સામેલ થવાની ભારતની ઇચ્છા અને ક્ષમતાને દર્શાવે છે અને ભવિષ્યમાં સંયુક્ત અનુસંધાન અને રોકાણ માટે દ્વાર ખોલે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, ‘કમાન્ડર શુક્લાની ઐતિહાસિક ઉડાણ માનવ અંતરિક્ષ ઉડાણમાં ભારતની મહત્ત્વાકાંક્ષાઓનું એક શક્તિશાળી પ્રતીક છે. તેણે દેશની કલ્પનાઓને જાગૃત કરી છે અને નવી પેઢીને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત અને અંતરિક્ષ અભ્યાસના ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરી છે, જે ભારતના દીર્ઘકાલિનના અંતરિક્ષ લક્ષ્યોને ટકાવી રાખવા માટે જરૂરી છે. શાબાશ.’

