- National
- રાજસ્થાનમાં કામ કરતા એક વ્યક્તિના ખાતામાં 37 અંકોની રકમ જમા થઇ..! અબજો-ખરબોથી વધુ રકમ જોઈ આશ્ચર્યચકિ...
રાજસ્થાનમાં કામ કરતા એક વ્યક્તિના ખાતામાં 37 અંકોની રકમ જમા થઇ..! અબજો-ખરબોથી વધુ રકમ જોઈ આશ્ચર્યચકિત થયો
બિહારના જમુઈમાંથી એક વિચિત્ર વાત બહાર આવી રહી છે. અહીં, પ્લમ્બર તરીકે કામ કરતા એક રોજમદાર મજૂરના બેંક ખાતામાં એટલા પૈસા આવ્યા કે તેને ગણવું મુશ્કેલ થઈ ગયું. ખાતામાં હજાર, લાખ, કરોડ, અબજ, ખરબો નહીં, પણ આનાથી ઘણું વધારે છે. આવું બધું છે છતાં પણ, મજૂર તેના પિતાની સારવાર માટે એક હજાર રૂપિયા પણ મોકલી શક્યો નહીં, કારણ કે બેંકે મજૂરનું ખાતું ફ્રીઝ કરી દીધું છે. આ કારણે, મજૂરનો પરિવાર પરેશાન થઇ ગયો છે.
મળતી માહિતી મુજબ, આ મામલો જમુઈ જિલ્લાના સદર બ્લોકના અચહરી ગામનો છે. આ રકમ આ ગામમાં રહેતા ટેની માંઝીના બેંક ખાતામાં દેખાઈ રહી છે. ટેની માંઝી રાજસ્થાનની રાજધાની જયપુરમાં મજૂર તરીકે કામ કરે છે. તેના બેંક ખાતામાં દેખાતી રકમનો સ્ક્રીનશોટ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ટેનીના ખાતામાં આટલા બધા પૈસા દેખાય છે, પણ તે તેના પિતાની સારવાર માટે એક હજાર રૂપિયા પણ મોકલી શક્યો નહીં, કારણ કે ખાતું ફ્રીઝ થઈ ગયું છે.
પહેલા તો મુંબઈ અને ત્યાર પછી જયપુરમાં પ્લમ્બર તરીકે કામ કરતા ટેની માંઝીના ખાતામાં જે રકમ દર્શાવેલી છે તે બેલેન્સ ગણીને બતાવવી મુશ્કેલ છે કે આખરે આ રકમ છે કેટલી. ખાતામાં આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા તે પણ જાણી શકાયું નથી. ટેનીના ખાતામાં દર્શાવેલ બેલેન્સ- 10,01,35,60,00,00,00,00,50,01,00,23,56,00,00,00,28,884 દેખાઈ રહી છે. જ્યારે ટેની મુંબઈમાં કામ કરતો હતો, ત્યારે તેણે મુંબઈ સ્થિત કોટક મહિન્દ્રા બેંકમાં ખાતું ખોલાવ્યું હતું.
ટેનીના બેંક બેલેન્સનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટેની હાલમાં જયપુરમાં છે, પરંતુ તેના પરિવારના સભ્યો પરેશાન થઇ રહ્યા છે. તેઓ આશ્ચર્યચકિત છે કે, ખાતામાં આટલા પૈસા ક્યાંથી આવ્યા. ટેનીએ તેના પરિવારના સભ્યોને આ અંગે જાણ કરી છે. ટેનીનો પરિવાર અચહરી ગામમાં રહે છે. તેના પિતા કાલેશ્વર માંઝી પણ મજૂરી કરે છે. કાલેશ્વર માંઝીએ જણાવ્યું કે, તેના દીકરાએ તેને જાણ કરી કે તેના ખાતામાં ઘણા બધા પૈસા આવી ગયા છે, તે જાણતો નથી કે તે ક્યાંથી આવ્યા, તે કહી શકતો નથી કે કેટલા પૈસા છે, કારણ કે તે ભણેલો નથી.
ટેનીના પિતા કાલેશ્વર માંઝી, તેની પત્ની અને તેની માતા બધા ચિંતિત છે. તેઓનું કહેવું છે કે, મારા દીકરાના ખાતામાં જે પૈસા આવ્યા છે તે, જેના હોય તે લઇ લે અને તેના દીકરાનું ખાતું ફરીથી ચાલુ કરી દે. આ પૈસા તેના કોઈ કામના નથી અને તેને તેની કોઈ લાલચ પણ નથી.
જ્યારે આ વાતની લોકોને ખબર પડી કે, જમુઈના એક મજૂરના બેંક ખાતામાં એટલા પૈસા આવ્યા છે કે કોઈ તેને ગણી શકતું નથી, ત્યારે લોકો આ વાતથી ખૂબ જ આશ્ચર્યચકિત થયા. ધીમે ધીમે આ સમાચાર આખા જિલ્લામાં ફેલાઈ ગયા. હાલમાં જયપુરમાં રહેતા ટેની માંઝીએ સ્ક્રીનશોટ મોકલીને જણાવ્યું છે કે, તેના ખાતામાં એટલા પૈસા આવ્યા છે કે તે કહી શકતો નથી, તેને ગણતરી કેવી રીતે કરવી તે ખબર નથી. તે પોતાના ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકતો નથી, એવું લાગે છે કે ખાતું સીલ કરી દેવામાં આવ્યું છે.

