સારવાર માટે આવેલી દર્દીની 31 લાખની હીરાની વીંટી સ્ટાફે ચોરી, ડરથી કમોડમાં ફેંકી

હૈદરાબાદમાં સ્કિન એન્ડ હેર ક્લિનિકના સ્ટાફે મહિલા ગ્રાહક પાસેથી રૂ.30.69 લાખની કિંમતની હીરા જડેલી વીંટી ચોરી લીધી અને પકડાઈ જવાના ડરથી તેને ટોયલેટ કમોડમાંથી ફ્લશ કરીને નીચે ઉતારી દીધી. પોલીસે પ્લમ્બરની મદદથી કમોડને જોડતી પાઈપલાઈનમાંથી વીંટી મેળવી લીધી અને ત્યાર પછી ચોરીના આરોપમાં આરોપી મહિલા કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે એક મહિલા શહેરના પોશ વિસ્તાર જ્યુબિલી હિલ્સમાં હેર એન્ડ સ્કિન ક્લિનિકમાં ગઈ હતી. ચેકઅપ દરમિયાન મહિલાએ તેની સામે ટેબલ પર પોતાની વીંટી મૂકી દીધી હતી. ચેકઅપ થયા પછી મહિલા વીંટી ઉપાડવાનું ભૂલી ગઈ અને પોતાના ઘરે પહોંચી ગઈ. ત્યાર પછી તેને ખબર પડી કે તે ક્લિનિકમાં તેની વીંટી ભૂલી ગઈ છે, ત્યારે તે ગભરાઈને એકદમ જલ્દીથી તે ક્લિનિક પર ગઈ અને સ્ટાફ સાથે પૂછપરછ કરી. પણ કોઈએ કંઈ બતાવ્યું નહીં. ત્યાર પછી તેના દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બંજારા હિલ્સના નરેન્દ્ર કુમાર અગ્રવાલની પુત્રવધૂ 27 જૂન, 2023ના રોજ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં FMS ડેન્ટલ એન્ડ સ્કિન ક્લિનિકમાં સારવાર માટે આવી હતી. સારવાર દરમિયાન મહિલાએ પોતાની વીંટી કાઢીને બાજુના ટેબલ પર મૂકી દીધી હતી. તે પછી તે ક્લિનિકમાંથી નીકળી ગઈ જેથી તે લેવાનું ભૂલી ગઈ.

થોડી વાર પછી ક્લિનિકમાં કામ કરતી એક મહિલા ટેબલ પાસેથી પસાર થઈ. તેણે ટેબલ પરની વીંટી જોઈ અને તેના પર્સમાં મૂકી દીધી. જો કે, જ્યારે તેને ખબર પડી કે, આ વીંટી ખૂબ જ મોંઘી છે, ત્યારે તે ટેન્શનમાં આવી ગઈ. વીંટી ચોરી કરતા પકડાઈ જવાના ડરથી તે વોશરૂમમાં ગઈ અને વીંટી ટીશ્યુ પેપરમાં વીંટાળી કમોડમાં ફેંકી દીધી હતી.

પોલીસે કર્મચારીઓની પણ પૂછપરછ કરી હતી. પરંતુ સફળતા મળી ન હતી. આ પછી, જ્યારે પોલીસે કડકાઈ બતાવી, ત્યારે એક મહિલા કર્મચારી (જેણે વીંટી ઉપાડી હતી)એ કબૂલ્યું કે તેણે વીંટી ચોરી કરી હતી અને તે તેના પર્સમાં રાખી હતી. પરંતુ બાદમાં પોલીસના ડરને કારણે ક્લિનિક સ્થિત વોશરૂમના કમોડમાં રિંગ ફ્લશ કરી દીધી હતી.

કમોડમાં કિંમતી વીંટી વહાવી દેવાની વાત સાંભળીને પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ઉતાવળમાં પ્લમ્બરોને બોલાવ્યા હતા અને પાઈપલાઈન ખોલીને રીંગની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, પ્લમ્બરની મહેનત રંગ લાવી અને હીરાની વીંટી મળી ગઈ હતી.

Related Posts

Top News

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.