- National
- આ ભાઈ એન્જિન ઓઈલથી પોતાનું પેટ ભરે છે, જે તમે તમારી કારમાં વાપરો છો!
આ ભાઈ એન્જિન ઓઈલથી પોતાનું પેટ ભરે છે, જે તમે તમારી કારમાં વાપરો છો!
દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં શિવમોગા નામનું એક શહેર છે, જ્યાં લાખો લોકો રહે છે. ત્યાં દરેક વ્યક્તિનું પોતાનું નામ છે અને પોતાનો વ્યવસાય છે. પરંતુ આ શહેરમાં એક વ્યક્તિ એવો છે જેને લોકો ખૂબ જ આશ્ચર્યથી જુએ છે. કેટલાક તો તેને જોવા માટે અટકી પણ જાય છે, પરંતુ સમજી શકતા નથી. હકીકતમાં આ વ્યક્તિનું વ્યક્તિત્વ જ અનોખું છે. પણ આપણે તેને અનોખો કેમ કહી રહ્યા છીએ? પહેલા તો, તેનું નામ જાણીને જ તમને હસવું આવશે. આ માણસનું નામ ઓઈલ કુમાર છે, અને તે ફક્ત એન્જિન ઓઈલ પર જ જીવી રહ્યો છે. તમે આ બરાબર વાંચ્યું છે, એ જ ઓઇલ કે જે તમે તમારી કાર, બાઇક અને અન્ય વાહનોમાં વાપરો છો.
પણ આ કેવી રીતે શક્ય છે? લોકો પણ આ જ પ્રશ્ન પૂછી રહ્યા છે. જ્યારે દરેકના શરીરને કામ કરવા માટે ખોરાક અને પાણીની જરૂર હોય છે, ત્યારે આ ઓઈલ કુમાર ફક્ત ઓઇલ અને ચા પર જ જીવે છે. માનવ શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે દિવસમાં ત્રણ વખત ભોજન જરૂરી છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો હોય છે. પરંતુ આ માણસ ફક્ત એન્જિન ઓઈલ પર જ જીવે છે, પરંતુ એન્જિન ઓઈલ માનવ શરીર માટે હાનિકારક હોય છે. જો આપણામાંથી કોઈ પણ તેને પીવાનું ચાલુ કરે તો આપણો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.
https://www.instagram.com/reel/DOEGL5SEtiW/
આ માણસનો એક વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતા માણસનું નામ ઓઇલ કુમાર છે. તે 33 વર્ષનો છે. વીડિયોમાં તેનો દિનચર્યા સ્પષ્ટ દેખાય છે. કાળા કપડાં પહેરીને, તે માથા પર પોટલું લઈને આખા શહેરમાં ફરે છે. તેના હાથમાં કાળા એન્જિન ઓઇલવાળી બોટલ છે. ઓઇલ કુમાર માને છે કે, તેની પાસે આ શક્તિઓ ભગવાન તરફથી આવી છે. તે ભગવાન અયપ્પાને તેની શક્તિનો સ્ત્રોત માને છે.
સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આટલા વર્ષો સુધી એન્જિન ઓઇલ પીધા છતાં, તે ક્યારેય હોસ્પિટલમાં દાખલ થયો નથી. સોશિયલ મીડિયા પોસ્ટ્સ અનુસાર, તેને કોઈ મોટી બીમારી થઈ નથી જેના કારણે તેને ડૉક્ટરની સલાહ લેવી પડી હોય.
આ ચમત્કારથી ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત છે. ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત છે કે દરરોજ આશરે 7-8 લિટર ઓઇલ પીધા છતાં, તે જીવંત અને સ્વસ્થ રહે છે. આ ફક્ત કર્ણાટક માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે સંશોધનનો વિષય છે. શું શ્રદ્ધામાં આટલી બધી તાકાત હોય છે?

