વાયુ પ્રદૂષણને કારણે શહેરોમાં એસિડ વરસાદનું જોખમ, IMD રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

આખા દેશમાં વરસાદી પાણી પર નજર રાખનાર એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, અલ્હાબાદ, વિશાખાપટ્ટનમ અને મોહનબાડી (આસામ)માં વધુ એસિડ વર્ષા થઈ રહી છે, જ્યારે થારથી આવતી ધૂળ જોધપુર, પુણે અને શ્રીનગરમાં વરસાદને વધુ ક્ષારીય બનાવી રહી છે. આ અભ્યાસમાં ભારતના 10 શહેરોમાં વરસાદના pH મૂલ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થા તરફથી હાથ ધરવામાં આવેલી એક સ્ટડીમાં મોટાભાગના નિરીક્ષણવાળા સ્થળો પર pH સ્તરમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. આ એ વાત તરફ ઈશારો  કરે છે કે, શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણનો વરસાદી પાણી પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડે છે. એસિડિક અને ક્ષારીય બંને પ્રકારના વરસાદની ઝેરી અસરો થઈ શકે છે, જે જળીય અને વનસ્પતિ જીવન પ્રભાવિત થઈ શકે છે.

Acid-Rain2
arcadia.com

જોકે, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, વર્તમાનમાં  એસિડ વર્ષા આપણા પ્રદેશ માટે કોઈ મોટું અને તાત્કાલિક જોખમ ઉત્પન્ન કરી રહી નથી.  pH જેટલું ઓછું હશે, વરસાદની એસિડિકતા એટલી ઓછી હશે, pHએ એક માપ છે, જે 0-14ના પ્રમાણ દર્શાવે છે. કોઈ પદાર્થ કેટલો એસિડિક કે ક્ષારીય છે, તેના માધ્યમથી તેની માહિતી મળે છે. તેમાં 7નું પ્રમાણ તટસ્થ છે. 1987 થી 2021 સુધી ગ્લોબલ એટમોસ્ફિયર વોચ સ્ટેશનો પર હાથ ધરાયેલી સ્ટડીમાં મોટાભાગના સ્થળો પર સમય સાથ pHમાં કમી જોવા મળી. જોકે, ટીમે કહ્યું હતું કે, થાર રણમાંથી આવતી ધૂળ જોધપુર અને શ્રીનગરના વરસાદી પાણીની એસિડિક પ્રકૃતિનો મુકાબલો કરી શકે છે, જેનાથી આ શહેરોમાં pH મૂલ્ય વધી શકે છે.

Congress3
ndtv.in

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, સૂકા હવામાન દરમિયાન વરસાદ થોડો વધુ એસિડિકતા હોય છે. જો કે, અભ્યાસ કરાયેલા શહેરોમાં મોટાભાગના શહેરોમાં વરસાદ સાથે, વધુ એસિડિકતા થતી જોવા મળી. વાહનો અને ઔદ્યોગિક ગતિવિધિઓવાળા શહેરોમાં નાઈટ્રેટ સૌથી પ્રભાવી આવેશીત કણ હોવાનું જણાયું હતું, જ્યારે જોધપુર, પુણે અને શ્રીનગરમાં કેલ્શિયમના આવેશીત કણ મુખ્ય હતા, જે ધૂળ અને માટીના પ્રભાવના સંકેત છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.