એર ઇન્ડિયાએ ઇતિહાસની સૌથી મોટી ડીલ કરી, ફ્રાન્સ પાસેથી 250 વિમાન ખરીદશે

કેન્દ્ર સરકારની માલિકીની એર ઇન્ડિયા હસ્તગત કર્યા પછી ટાટા ગ્રુપે 250 વિમાનની ખરીદીની ડીલ કરીને ઇતિહાસ રચી દીધો છે.

ટાટા ગ્રુપે પોતાની એરલાઈન્સ માટે મોટો નિર્ણય લીધો છે. કંપનીએ એર ઈન્ડિયા માટે 250 એરક્રાફ્ટ ખરીદવાની યોજના બનાવી છે. જેમાં 40 મોટા કદના એરક્રાફ્ટ સામેલ હશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને મંગળવારે આ જાણકારી આપી છે. એરલાઇન તેના કાફલા અને કામગીરીને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા 17 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે એર ઈન્ડિયા એરક્રાફ્ટ ખરીદવા માટે ઓર્ડર આપવા જઈ રહી છે. ટાટા જૂથની માલિકી હેઠળ આવ્યા બાદ એર ઈન્ડિયાનો આ પહેલો ઓર્ડર હશે.

ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન ઇન્ડિયા ફ્રાન્સની એરબસ પાસેથી 40 મોટા કદના A350 અને 210 નાના કદના એરક્રાફ્ટ ખરીદશે. ઓનલાઈન મીટિંગમાં ચંદ્રશેખરને કહ્યું કે આ વિમાનોની ખરીદી માટે એરબસ સાથે ઈરાદા પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં અન્યો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાજર હતા.

એર ઇન્ડિયા મોટા કદના એરક્રાફ્ટનો ઉપયોગ લાંબા અંતરની ઉડાન માટે કરવામાં આવશે. 16 કલાકથી વધુ સમયની ફ્લાઇટને લાંબા અંતરની ફ્લાઇટ કહેવામાં આવે છે. ટાટા ગ્રુપે ગયા વર્ષે જાન્યુઆરીમાં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. આ અધિગ્રહણ પછી, ટાટા જૂથ આ એરલાઇનને આગળ લઈ જવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે.

એરલાઈને છેલ્લે 2005માં 111 એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. તેમાંથી 68 એરક્રાફ્ટ બોઇંગ અને 43 એરબસ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા હતા. ટાટા જૂથે 27 જાન્યુઆરીએ એર ઈન્ડિયાના અધિગ્રહણને એક વર્ષ પૂર્ણ કર્યું હતું. તે સમયે, એરલાઈને કહ્યું હતું કે તે ભાવિ વૃદ્ધિને આગળ વધારવા માટે નવા એરક્રાફ્ટની ખરીદી માટે ઐતિહાસિક ઓર્ડરને અંતિમ સ્વરૂપ આપી રહી છે. એરલાઈને Vihaan.AI હેઠળ આગામી પાંચ વર્ષમાં પરિવર્તન માટે રોડમેપ તૈયાર કર્યો છે.

આ અવસર પર PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વીડિયો કોન્ફરન્સ દ્વારા એર ઈન્ડિયા-એરબસ ભાગીદારી બેઠકમાં હાજરી આપી હતી.PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને આ મોટી ડીલ માટે અભિનંદન પાઠવ્યા હતા. મેક્રોને વડા પ્રધાનને પ્રિય નરેન્દ્ર તરીકે સંબોધ્યા અને આ નવી ભાગીદારીના આમંત્રણ માટે તેમનો આભાર માન્યો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.