- National
- બંગાળની સાથે જ આસામની ચૂંટણી છે છતા આસામમાં SIR કેમ નથી કરાવી રહ્યું ચૂંટણી પંચ? જ્ઞાનેશ કુમારે આપ્ય...
બંગાળની સાથે જ આસામની ચૂંટણી છે છતા આસામમાં SIR કેમ નથી કરાવી રહ્યું ચૂંટણી પંચ? જ્ઞાનેશ કુમારે આપ્યો જવાબ
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે સોમવારે જાહેરાત કરી હતી કે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો મંગળવારથી 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે. તેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગોવા, પુડુચેરી, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનરને આસામને લઈને પૂછવામાં આવ્યું હતું, જેનું નામ આ લિસ્ટમાં નથી. આનો અર્થ એ થયો કે આગામી વર્ષે ત્યાં વિધાનસભા ચૂંટણી થવાની હોવા છતા બીજા તબક્કામાં કોઈ SIR નહીં થાય. આસામમાં SIRના ન થવાનું કારણ શું છે? આ પ્રશ્નના જવાબમાં જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘આસામ અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. જેમ તમે બધા જાણો છો, ભારતીય નાગરિકતા કાયદામાં આસામમાં નાગરિકતા માટે અલગ જોગવાઈઓ છે.

તેમણે કહ્યું કે, બીજો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ત્યાં નાગરિકતાની ચકાસણી કાર્યક્રમ પૂર્ણ થવાનો છે. આવી સ્થિતિમાં, 24 જૂન માટે જે SIRનો આદેશ હતો, તે સમગ્ર દેશ માટે હતો અને આસામ પર લાગૂ પડતો નથી. એટલે આસામ માટે એક અલગથી રિવિઝનના આદેશ જાહેર કરવામાં આવશે.’

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘હું બિહારના મતદારોને શુભેચ્છાઓ પાઠવું છું અને 7.5 કરોડ મતદારોને નમન કરું છું જેમણે આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈને તેને સફળ બનાવ્યો. પંચે તમામ 36 રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરી અને પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરી. SIRનો પ્રથમ તબક્કો બિહારમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 90,000થી વધુ મતદાન મથકો આવરી લેવામાં આવ્યા હતા અને પ્રક્રિયા કોઈપણ અપીલ વિના સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બિહારમાં મતદારોની ભાગીદારી શાનદાર રહી છે અને અન્ય રાજ્યો માટે એક ધોરણ સ્થાપિત કરે છે.

