ઑક્સિજન સિલિન્ડર લગાવીને પહોંચ્યા દિલ્હી BJPના ધારાસભ્ય, સ્પીકરે ગણાવ્યા હથિયાર

દિલ્હી વિધાનસભાનું સોમવારથી 3 દિવસીય સત્ર શરૂ થયું છે. આશંકા મુજબ, સત્રની શરૂઆત હોબાળા સાથે થઇ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ઓક્સિજન સિલિન્ડર અને માસ્ક પહેરીને સદનમાં પહોંચ્યા. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે તેના પર આપત્તિ જાહેર કરતા માર્શલને બોલાવ્યા અને તેમને બહાર લઇ જવા માટે કહ્યું. તેમણે કહ્યું કે, ‘તેનો ઉપયોગ માથું ફોડવા પણ થઇ શકે છે. ભાજપના ધારાસભ્યોએ સિલિન્ડર સાથે માસ્ક અને ગળામાં પ્લેકાર્ડ પણ લટકાવી રાખ્યા હતા.

ભાજપના ધારાસભ્યોએ પ્રદૂષણ તરફ ધ્યાન ખેચવા માટે આ રીત અપનાવી હતી. ધારાસભ્યોનાં ગળામાં લટકેલા પ્લેકાર્ડ પર લખ્યું હતું કે, ‘ઝેરી હવથી મરી રહ્યા છે દિલ્હીના લોકો, કેજરીવાલ શરમ કરો, રાજીનામું આપો, રાજીનામું આપો.’ વિજેન્દર ગુપ્તાએ ટ્વીટ કરી કે, ‘ઓક્સિજન સિલિન્ડર સાથે તેમણે દિલ્હીની 2 કરોડ જનતાનો અવાજ ઉઠાવ્યો, જે ગેસ ચેમ્બરમાં રહેવા મજબૂર છે. આમ આદમી પાર્ટીની સરકારે એ બતાવવું જોઇએ કે દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે તેમણે શું કર્યું.’

સદનની કાર્યવાહી શરૂ થતા જ સ્પીકર રામ નિવાસ ગોયલે સિલિન્ડર પર આપત્તિ દર્શાવી. તેમણે સવાલ કર્યો કે, ‘સિક્યૉરિટીએ તેને અંદર લાવવાની મંજૂરી કેમ આપી? તેમણે દિવસની કાર્યવાહી સમાપ્ત થયા બાદ તેનો જવાબ આપવા કહ્યું છે. સ્પીકરે તેને હથિયાર બતાવતા કહ્યું કે, તેનો ઉપયોગ કોઇનું માથું ફોડવા માટે પણ થઇ શકે છે. તેમણે માર્શલ બોલાવ્યા અને સિલિન્ડર બહાર કરવા કહ્યું.

સદનની કાર્યવાહી શરૂ થયા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોએ ફરી એક વખત ઉપરાજ્યપાલ વિરુદ્ધ મોરચો ખોલી દીધો. ઉપરાજ્યપાલ પર દિલ્હીવાસીઓના કામ રોકવાનો આરોપ લગાવતા તેમની વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી. ધારાસભ્ય વેલમાં એકત્રિત થઇ ગયા અને નારેબાજી કરવા લાગ્યા. સદનની કાર્યવાહીને 10 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવી. કાર્યવાહી શરૂ થયા બાદ પણ હોબાળો યથાવત રહ્યો અને અડધા કલાક માટે કાર્યવાહી ટાળી દેવામાં આવી.

એક અખબારના રિપોર્ટ મુજબ, આ સત્રમાં પ્રશ્નકાળ નહીં થાય, તેને લઇને પણ વિપક્ષ હોબાળો કરવાનું મન બનાવી રહ્યું છે. દિલ્હી વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ રામવીર સિંહ બિધુડીનું કહેવું છે કે, તે જાણીજોઇને કરવામાં આવી રહ્યું છે. અમે લોકો તેને લઇને વિધાનસભામાં વિરોધ નોંધાવીશું. બીજી તરફ વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલનું કહેવું છે કે પ્રશ્નકાળ માટે સવાલ કરવા માટે એક સમય નિર્ધારિત છે.

Related Posts

Top News

ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
National 
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Business 
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.