- National
- CJI ગવઈએ ઉઠાવ્યો મોટો સવાલ! શું રાજ્યપાલ ‘મનમરજી’થી રોકી શકે છે બિલ?
CJI ગવઈએ ઉઠાવ્યો મોટો સવાલ! શું રાજ્યપાલ ‘મનમરજી’થી રોકી શકે છે બિલ?
રાજ્યપાલ અને સરકાર વચ્ચેના ખેંચતાણ પર સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. 21 ઑગસ્ટના રોજ સુનાવણી દરમિયાન, CJI B.R. ગવઈની આગેવાનીવાળી સંવિધાન પીઠે સરકારને પૂછ્યું કે, ‘શું લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી રાજ્ય સરકાર રાજ્યપાલની ‘ઈચ્છાઓ’ પર નિર્ભર રહી શકે છે? લાઈવ લૉમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, સુપ્રીમ કોર્ટની 2 જજોની બેન્ચે તાજેતરમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે બિલોને મંજૂરી આપવા માટે સમય મર્યાદા નક્કી કરી હતી. આજ મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સુપ્રીમ કોર્ટને તેના પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. રાષ્ટ્રપતિએ પૂછ્યું હતું કે શું રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલ પર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે નિર્ણય લેવા માટે કોઈ સમય મર્યાદા નક્કી કરી શકાય છે કે નહીં?
બુધવારે 5 જજોની સંવૈધાનિક બેન્ચ કેસની સુનાવણી કરી રહી હતી. CJI ગવઈ ઉપરાંત, સંવૈધાનિક બેન્ચમાં ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને ન્યાયાધીશ એ.એસ. ચંદુરકર પણ સામેલ હતા. સુનાવણી દરમિયાન CJI ગવઈએ પૂછ્યું કે, જો રાજ્યપાલને બિલ અનિશ્ચિત સમય માટે રાખવાની સત્તા આપવામાં આવે, તો શું લોકતંત્રની વિરુદ્ધ નહીં હોય? તેનો અર્થ થશે કે બહુમતીથી ચૂંટાયેલી સરકાર રાજ્યપાલની ઇચ્છા પર નિર્ભર થઈ જશે.
કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, બંધારણના અનુચ્છેદ-200 હેઠળ, રાજ્યપાલ પાસે 4 વિકલ્પો છે:
1. બિલને મંજૂરી આપવી
2. અસહમતિ વ્યક્ત કરવી અથવા મંજૂરી રોકવી
3. રાષ્ટ્રપતિના વિચારો માટે સુરક્ષિત રાખવું
4. પુનર્વિચાર માટે વિધાનસભામાં પરત કરવું.
SGનું કહેવું હતું કે, જો રાજ્યપાલ બિલને મંજૂરી ન આપે, તો તે બિલની પ્રક્રિયા ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. ત્યારે બિલ ‘મરી’ જાય છે અને તેને પુનર્વિચાર માટે વિધાનસભામાં પાછું મોકલવું જરૂરી નથી.
ત્યારે CJI ગવઈએ પૂછ્યું કે, જો આ શક્તિને માન્યતા આપવામાં આવે છે, તો શું તે રાજ્યપાલને બિલ અનિશ્ચિત સમય માટે રોકવાનો અધિકાર આપતી નથી? તમારા મતે તેને રોકી રાખવાનો અર્થ છે કે બિલ પસાર થઈ શકતું નથી? પરંતુ જો તેઓ તેને પુનર્વિચારણા માટે પાછું મોકલવાનો વિકલ્પ પસંદ નહીં કરે, તો શું તેઓ તેને અનિશ્ચિત સમય માટે રોકી રાખશે?
તેના પર, SGએ કહ્યું કે, બંધારણે જ રાજ્યપાલને આ વિવેકાધિકાર આપ્યો છે. તેના પર CJIએ કહ્યું કે શું આપણે રાજ્યપાલને અપીલો પર વિચાર કરવાનો પૂરો અધિકાર નથી આપી રહ્યા? બહુમતીથી ચૂંટાયેલી સરકાર રાજ્યપાલની મનમરજી અને ઇચ્છા પર નિર્ભર રહેશે? જ્યારે બેન્ચે પૂછ્યું કે શું બંધારણ સભાએ ‘રોકવું’ (withhold) શબ્દના અર્થ પર બહેસ કરી હતી? સોલિસિટર મહેતાએ તેનો ઇનકાર કર્યો. પરંતુ ન્યાયાધીશ નરસિંહાએ જણાવ્યું કે કલમ-200માં ‘રોકવું’ શબ્દનો ઉપયોગ 2 વાર કરવામાં આવ્યો છે, પ્રથમ મુખ્ય પ્રાવધાનમાં અને બીજો પ્રોવિઝોમાં.
સોલિસિટરે કહ્યું કે ‘રોકવું’ રાજ્યપાલ પાસે ઉપલબ્ધ એક સ્વતંત્ર વિકલ્પ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્વીકાર્યું કે આવી અસાધારણ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે રાજ્યપાલની રોક લગાવવાની શક્તિનો ઉપયોગ ખૂબ જ ઓછો અને સંયમથી થવો જોઈએ. તેમણે દલીલ કરી હતી કે, રાજ્યપાલ માત્ર બિલોને યથા સ્થિતિમાં સ્વીકારનાર ‘ટપાલી’ નથી., પરંતુ તેઓ ભારત સરકાર અને રાષ્ટ્રપતિના પ્રતિનિધિ છે.
સોલિસિટર જનરલે કહ્યું કે, જે વ્યક્તિ સીધી રીતે ચૂંટાયેલી નથી તે ઓછી નથી. તેમણે ભાર એ વાત પર ભાર આપ્યો કે રાજ્યપાલ એક એવી વ્યક્તિ છે જેના પર બંધારણે બંધારણીય કાર્ય કરવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોઈપણ અન્ય વ્યાખ્યાથી રોક લગાવવાની શક્તિ નકામી થઈ જશે. તેમણે સ્પષ્ટતા કરી કે તેનો હેતુ રાજ્યપાલને ‘બિલ રદ’ કરવાનો વિવેકાધિકાર આપવાનો નથી.
કોર્ટે કહ્યું કે, જો રાજ્યપાલ માત્ર એક જ વખત અસહમતિ વ્યક્ત કરીને પ્રક્રિયા સમાપ્ત કરે છે, તો તે માત્ર રાજનીતિક પ્રક્રિયાને નુકસાન જ પહોંચાડશે. ક્યારેક-ક્યારેખ મુખ્યમંત્રી પોતે રાજ્યપાલને મળીને બદલાવનું સૂચન કરી શકે છે અને રાજ્યપાલ ફરીથી બિલ પરત કરીને રસ્તો ખોલી શકે છે. એટલે તે એક ‘ઓપન-એન્ડેડ’ પ્રક્રિયા હોવી જોઈએ.
CJIએ વધુમાં કહ્યું કે, તેમને એવા કોઈ નિર્ણયનો સંદર્ભ આપવામાં આવ્યો નથી, જેમાં કહેવામાં આવ્યું હોય કે રાજ્યપાલ સ્થાયી રૂપે મંજૂરીને રોકી શકે છે. એક તબક્કે ન્યાયાધીશ નરસિંહાએ કહ્યું કે બંધારણીય અર્થઘટનની પ્રક્રિયા ‘સ્થિર’ નથી અને જો રાજ્યપાલ સોલિસિટર જનરલ દ્વારા સૂચવેલા બીજા વિકલ્પના રૂપમાં સરળતાથી રોક લગાવવાનો પ્રયોગ કરે છે અને મામલો સમાપ્ત થઈ જાય છે, તો તે પ્રતિકૂળ પરિણામ આપી શકે છે. તેમણે કહ્યું કે બિલને પાછું મોકલવાનો અને તેની સમસ્યાઓ દૂર કરવાનો વિકલ્પ ખુલ્લો રહેવો જોઈએ.

