સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ISROમાં વૈજ્ઞાનિક બની, ક્લાયમેટ ચેન્જ પર સંશોધન કરશે

મુળ હરિયાણાના ઝજ્જરની દીકરી અને દક્ષિણ ગુજરાતમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી પ્રીતિ વત્સની ISROમાં સાયન્ટિસ્ટ તરીકે નિમણુંક થઇ છે. પ્રીતિ અમદાવાદમાં સેવા આપશે અને ક્લાયમેટ ચેન્જ અને રિમોટ સેન્સીંગથી ફોરેસ્ટી પર સંશોધન કરશે.

પ્રીતિની સ્ટોરી સંઘર્ષથી ભરેલી છે. સાવ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે અને ફી ભરવાના પણ પૈસા નહોતા, પરંતુ સ્કોલરશીપ મેળવીને પ્રીતિ આગળ વધી. પ્રીતિએ કોલેજ ઓફ ફોરેસ્ટી નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઇ. MCS કરવા માટે કેરળ ગઇ અને ત્યાંથી માસ્ટર્સ ડીગ્રી મેળવીને ફરી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવીને Ph.d શરૂ કર્યું છે. આ દરમિયાન તેણે હૈદ્રાબાદમાં નેશનલ રિમોટ સેન્સીંગ દ્વારા લેવાયેલી પરીક્ષા આપી અને ઇન્ટરવ્યૂમાં પણ પાસ થઇ. હવે  ISROની વૈજ્ઞાનિક બની ગઇ છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી...
Gujarat 
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.