શાસ્ત્રી-મૌલાના બાખડ્યા, રઝા કહે- દિવાળી પ્રકાશનો તહેવાર, ફટાકડાનો નહીં...

બરેલીના મૌલાના તૌકીર રઝાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા ફટાકડા પર આપેલા નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. મૌલાનાએ કહ્યું કે, દિવાળી એ રોશનીનો તહેવાર છે, વિસ્ફોટ અને ફટાકડાઓનો તહેવાર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈની ખુશી વ્યક્ત કરતી વખતે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય તો તે ખુશીની અભિવ્યક્તિને ખરેખર ખુશી ન કહેવાય.

તૌકીર રઝાએ એમ પણ કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ન હોવો જોઈએ પરંતુ એક મર્યાદા નક્કી કરવી જોઈએ. જો કોઈની ખુશીમાં જાન-માલનું નુકસાન થતું હોય તો, તેની સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. છેવટે, પર્યાવરણને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. તેમણે કહ્યું કે, મુસ્લિમ સમુદાયના લોકો શબ-એ-બારાત દરમિયાન ફટાકડાનો ઉપયોગ કરતા હતા, પરંતુ અમારા ઉલેમાઓએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

હકીકતમાં, ગઈકાલે બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધનો સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે બકરી ઈદ દરમિયાન બકરાની બલિ પર પ્રતિબંધ નથી, તો પછી ફટાકડા પર પ્રતિબંધ શા માટે? તેમણે કહ્યું હતું કે શું પર્યાવરણ સંતુલન માટે માત્ર સનાતની જ જવાબદાર છે? આ પક્ષપાત બંધ થવો જોઈએ. ખ્રિસ્તી નવા વર્ષે પણ ફટાકડા તો ફોડવામાં આવે જ છે.

મીડિયા સાથે વાત કરતા મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે, પહેલા મુસ્લિમ તહેવારો પર પણ ફટાકડા ફોડવામાં આવતા હતા. મુસ્લિમ સમાજના લોકો શબ-એ-બરાત દરમિયાન ફટાકડા ફોડતા હતા, પરંતુ દેશના હિતને ધ્યાનમાં રાખીને અમારા ઉલેમાઓએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને આજે શબ-એ-બરાતના દિવસે ફટાકડા નહીં પરંતુ દીવા પ્રગટાવાય છે.

તૌકીરે તમામ ધર્મગુરુઓ પાસેથી તેમના સમાજને જાગૃત કરવાની માંગ કરી છે. લોકોને ફટાકડા ફોડવા વિશે સમજાવો. જો ફટાકડા ફોડવાના હોય તો તેની મર્યાદા નક્કી કરો. કારણ કે ફટાકડામાં દર વર્ષે અબજો રૂપિયાનો વ્યય થાય છે અને પ્રદુષણના રૂપમાં દેશની જનતાને તેનો ભોગ બનવું પડે છે. કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં દેશમાં ફટાકડા ફોડવા એ ખોટું છે.

About The Author

Related Posts

Top News

બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો...
National 
બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

એશિયામાં પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનતાને કોઈ અસુવિધા ન થાય તે માટે કેટલાક ખાસ ફેરફારો લાગૂ કરવામાં આવ્યા છે. એવામાં...
Business 
એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન
Copyright (c) Khabarchhe All Rights Reserved.