પૂર-વરસાદ પણ કંઈ બગાડી શકશે નહીં, નીતિન ગડકરીએ જણાવી 'ભવિષ્યના રસ્તા'ની યોજના!

દેશમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની ખરાબ હાલત કોઈનાથી છુપી નથી. રસ્તાઓ પરના ખાડા અને રોડ ધોવાઈ જવાના અહેવાલો સામાન્ય છે. મહાનગર હોય કે નાનું શહેર. પરંતુ સરકાર હવે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે એક મોટી યોજના પર કામ કરી રહી છે. સરકાર હવે કોંક્રીટમાંથી બનેલા રસ્તાઓ બનાવવાનું વિચારી રહી છે. આ પ્રકારના રસ્તાઓ ભારે વરસાદ અને પૂરનો સામનો કરવામાં સક્ષમ હોય છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેમનું મંત્રાલય એક નિષ્ણાત સમિતિની રચના કરશે. આ સિવાય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના કેટલાક વિભાગો કોંક્રીટથી રસ્તાઓ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જેથી કરીને આ યોજનાનું પરીક્ષણ કરી શકાય.

ગડકરીએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, આપણે એવા સ્થળોએ કોંક્રીટના રસ્તાઓનું પરીક્ષણ કરવાની જરૂર છે જ્યાં કુદરતી આફતો આવવાની શક્યતા વધુ હોય. આપણે આંતરરાષ્ટ્રીય ધોરણના રસ્તાઓ, પુલ અને ટનલ બનાવવાની જરૂર છે. જે ભારે વરસાદ અને ભૂસ્ખલનનો સામનો કરવામાં સક્ષમ હોય.

ગડકરીએ આગળ કહ્યું કે, કોંક્રીટમાંથી બનેલા રોડનો ખર્ચ પોસાય તેવો રાખવો પડશે, કારણ કે તેમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે અને તેની કિંમત વધી શકે છે. આવી સ્થિતિમાં અમારે તેના પર રિસર્ચ કરવું પડશે અને પછી ટ્રેનિંગ કરવી પડશે. આ ઉપરાંત, આપણી પાસે એવી સંસ્થા હોવી જોઈએ જે આ હેતુ પર પાડવા માટે સેવા આપે. મંત્રાલય એ પણ જોશે કે કોંક્રીટ રોડ માટે આંતરરાષ્ટ્રીય ધોરણ શું છે.

અત્રે ઉલ્લેખનીય એ છે કે, જુલાઈની શરૂઆતથી, ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં પૂરને કારણે, ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ નાશ પામ્યા છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભારે વિનાશ થયો છે. એટલું જ નહીં, મેદાની વિસ્તારોમાં પૂર અને ભારે વરસાદને કારણે રસ્તાઓને નુકસાન થતું હોય છે.

ચોમાસાની સિઝન હજી પૂરી નથી થઈ, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારે વરસાદે દેશમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં વ્યાપક વિનાશ સર્જ્યો છે. હિમાચલ અને ઉત્તરાખંડ સૌથી વધુ અસરગ્રસ્ત છે, સંદેશાવ્યવહાર નેટવર્કમાં વિક્ષેપ આવે છે અને બચાવ કાર્યમાં અવરોધ આવે છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, ચમોલી જિલ્લામાં ભૂસ્ખલન થયા પછી ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો હતો. યમુનોત્રી હાઇવે પર કાટમાળના કારણે યમુનોત્રી તીર્થયાત્રા પણ રોકી દેવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.