આ મોદી મેજિક નહીં તો બીજું શું, અજીત પવારે PMના કર્યા વખાણ,EVMનો પણ કર્યો સપોર્ટ

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અજીત પવારે ચૂંટણીમાં EVMના ઉપયોગનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, મને EVM પર પૂરો ભરોસો છે. કોઈ એક વ્યક્તિ EVMમાં હેરાફેરી નહીં કરી શકે, તે એક મોટી પ્રણાલી છે. હારનારી પાર્ટી EVMને દોષ આપે છે, પરંતુ આ લોકોનો જનાદેશ છે. અજીત પવારને પૂછવામાં આવ્યું કે, MVAમાં સામેલ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના મુખપત્ર સામનામાં EVMને લઈને નિશાનો સાધવામાં આવ્યો છે. સામનામાં કેન્દ્ર સરકારને બાંગ્લાદેશની જેમ EVMની જગ્યાએ બેલેટ બોક્સથી ચૂંટણી કરાવવાનો પડકાર આપ્યો.

તેને લઈને અજીત પવારે કહ્યું કે, મને વ્યક્તિગત રૂપે EVM પર પૂરો ભરોસો છે. જો EVM ખરાબ હોત તો, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, કેરળ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓની સરકાર ન હોત. EVMમાં ફેરફેરી કરવાનું એક વ્યક્તિ દ્વારા સંભવ નથી કેમ કે તે મોટી પ્રણાલી છે. જો કોઈક રીતે સાબિત થઈ જાય છે કે EVMમાં છેડછાડ કરવામાં આવી તો દેશમાં ખૂબ હોબાળો થશે. એટલે મને નથી લાગતું કે એવું કોઈ કરવાની હિંમત કરશે.

તેમણે આગળ કહ્યું કે, ક્યારેક ક્યારેક કેટલાક લોકો ચૂંટણી હારી જાય છે તો તેમને લાગે છે કે તેઓ હારી નહીં શકે અને પછી EVM પર આરોપ લગાવવા લાગે છે અને તેનાથી છુટકારો મેળવી લે છે. પરંતુ એ લોકોનો વાસ્તવિક જનાદેશ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અને સાવરકર જેવા મુદ્દા પર NCPનું સ્ટેન્ડ પૂછવા પર અજીત પવારે કહ્યું કે, જે પાર્ટીના માત્ર 2 સાંસદ હતા, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2014માં જાણદેશથી સરકાર બનાવી અને દેશના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી ગઈ તો શું એ મોદીનો ચમત્કાર નથી?

તેમની વિરુદ્ધ ખૂબ નિવેદન આપવામાં આવ્યા, પરંતુ તેઓ હજુ વધારે લોકપ્રિય થઈ ગયા અને તેમના નેતૃત્વમાં ભાજપે ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતી. હવે 9 વર્ષ બાદ આ મુદ્દાઓને કાઢવાનો શું ફાયદો? જનતા તેમના કામને જોઈ રહી છે, જ્યાં રાજનીતિમાં શિક્ષણનો સવાલ છે તો તેનું વધારે મહત્ત્વ માનવામાં આવતું નથી. વસંતદાદા પાટીલની જેલ 4 એવા મુખ્યમંત્રી છે જે વધારે ભણેલા-ગણેલા નહોતા, પરંતુ તેમની પ્રશાસન ચલાવવાની રીત શાનદાર હતી. તેમના શાસનકાળમાં ઘણી શિક્ષણ સંસ્થાઓ, કૉલેજ ખોલવામાં આવી. એટલે રાજનીતિમાં ભણેલું-ગણેલું હોવું કોઈ શરત નથી. એટલે આ મામલે મારું સ્ટેન્ડ ક્લિયર છે. તમારે જે અર્થ કાઢવો હોય કાઢી શકો છો. એ મારી ચિંતાનો વિષય નથી.

Related Posts

Top News

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.