આખરે છેક 9 વર્ષ પછી ભાજપને કેમ મહિલા આરક્ષણ બિલની યાદ આવી? માયાવતીએ આ માગ કરી

On

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ પછી ઉત્તર પ્રદેશમામાં પણ આ બિલને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સપા અને બસપાએ આ બિલને સમર્થન આપ્યું છે અને કોંગ્રેસે પણ કહ્યું છે કે તે પસાર થશે. આ બિલમાં મહિલાઓ માટે 33 ટકાઅનામત છે અને તેની અંદર SC, ST અને એંગ્લો-ઇન્ડિયન્સ માટે પણ પેટા-આરક્ષણ છે.

કેન્દ્ર સરકારે 19 સપ્ટેમ્બર, મંગળવારે 22 ટકા મહિલા આરક્ષણ બિલને લોકસભામાં રજૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશમાં પણ મહિલા અનામત બિલને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સપાએ મહિલા આરક્ષણ પર મુલાયમ સિંહ યાદવની માંગ જાળવી રાખી હતી, જ્યારે પાર્ટીના પ્રવક્તા ફખરુલ હસન ચાંદે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી ક્વોટાની માંગનું પુનરાવર્તન કરશે. બીજી તરફ, BSP સુપ્રીમો માયાવતીએ પણ મહિલા અનામતમાં OBC, SC અને ST શ્રેણીની મહિલાઓને અનામત આપવાની માંગ કરી છે.

સમાજવાદીના પ્રવક્તાએ આગળ કહ્યુ કે, મહિલાઓ હવે ભાજપની વિરુદ્ધમાં થઇ ગઇ છે અને ભાજપને ખબર પડી ગઇ છે કે આગામી લોકસભામાં સત્તા મળવાની નથી એટલે 9 વર્ષ પછી મહિલા આરક્ષણ બિલ લઇને આવી છે. સમાજવાદી પાર્ટી બિલને સમર્થન તો કરે છે, પરંતુ મુલાયમ સિંહ યાદવની જે માંગ હતી તે મુજબ અમે માંગ કરીએ છીએ.

કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપુતે કહ્યુ કે મહિલા આરક્ષણ બિલ પાસ કરતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને NDAએ મહિલા સમાજની માંગી માંગવી જોઇએ, કારણ કે તેમણે 9 વર્ષ સુધી મહિલા આરક્ષણ બિલને અટકાવી રાખ્યું હતું.

મહિલા આરક્ષણ બિલ પર ઉત્તર પ્રદેશસરકારના મંત્રી અને BJPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બેબીરાની મૌર્યએ કહ્યું કે આ બિલ આવવાથી જે મહિલાઓ કોઈ કારણસર રાજનીતિમાં નહોતી આવી રહી હતી તે હવે આવી શકશે. તેમણે કહ્યું કે આટલા વર્ષો સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમને આ વાત યાદ નહોતી આવી.તેમના પરિવારની મહિલાઓ જ કેમ આગળ વધી રહી હતી?

UPમાં ભાજપની સાથી પાર્ટી સુભાસાએ પણ આ બિલનું સ્વાગત કર્યું છે. સુભાષપાના પ્રવક્તા અરુણ રાજભરે કહ્યું કે મોદી કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. હવે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત હશે.

BSP સુપ્રીમો માયાવતીએ પણ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે. માયાવતીએ કહ્યું કે બસપાની સાથે સાથે મોટાભાગની પાર્ટીઓ મહિલા આરક્ષણ બિલના પક્ષમાં મતદાન કરશે. અમને આશા છે કે આ વખતે ચર્ચા બાદ આ બિલ પાસ થઈ જશે. કારણ કે તે લાંબા સમયથી પેન્ડિંગ હતું. તેમણે કહ્યું કે મારી પાર્ટીએ સંસદમાં કહ્યું છે કે મહિલાઓની વસ્તીને ધ્યાનમાં રાખીને મહિલાઓને લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં પ્રસ્તાવિત 33 ટકાને બદલે 50 ટકા અનામત મળવી જોઈએ.માયાવતીએ કહ્યું કે મને અપેક્ષા છે કે સરકાર એ બાબતે વિચારશે.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.