પૂર્વ સાંસદ પપ્પુ યાદવે કહ્યું- BJP સત્તા માટે રામ મંદિર પર હુમલો કરાવી શકે છે

હજુ થોડા દિવસો પહેલા જમ્મૂ-કશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિકે દાવો કર્યો હતો કે ભાજપ લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિર પર બોંબ ફેંકાવી શકે છે. હવે બિહારના નેતા અને એક જમાનામાં લાલુ પ્રસાદ યાદવના ખાસ ગણાતા પપ્પુ યાદવે દાવો કર્યો છે કે, ભાજપ સત્તા મેળવવા માટે રામ મંદિર પર હુમલો કરાવી શકે છે. સીતમઢીમાં પત્રકારો સાથે વાત કરતા પૂર્વ સાંસદ પપ્પુ યાદવે આરોપ મુકતા કહ્યુ હતું કે, ગોધરા  અને પુલવામાં જેવી ઘટનાઓને સત્તા મેળવવા માટે જ અંજામ આપવામાં આવ્યો હતો.

બિહારમાં જન અધિકાર પાર્ટીના સુપ્રીમો પપ્પુ યાદવ શુક્રવારે મનિયાડીહ ગામ પહોંચ્યા હતા. તેઓ હરિયાણા ગુરુગ્રામની હિંસામાં ભોગ બનેલા હાફિઝ સાદના પરિવારને મળવા આવ્યા હતા. એ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા પપ્પુ યાદવે આરોપુ મુક્યો હતો કે ગોધરા અને પુલવામાં જેવી ઘટનાઓને અંજામ આપીને સત્તામાં આવેલી ભાજપ રામ મંદિર પર પણ હુમલો કરાવી શકે છે. તેમણે હાફિઝ સાદની હત્યાને ભારતના બંધારણની હત્યા તરીકે લેખાવી હતી.

પપ્પુ યાદવે કહ્યું કે 9 વર્ષના શાસનમાં ભાજપ બંધારણની ધજિયા ઉડાવી રહી છે.તે RSSના ઈશારે કામ કરે છે. દેશમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવો એ ભાજપનું જ કામ છે. નાથુરામ ગોડસેએ જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી ત્યારે જ દેશના બંધારણની હત્યા કરવામાં આવી હતી. ભાજપના શાસનમાં દલિતો, લઘુમતી અને પછાત લોકોની ઇજ્જત સાથે ખિલવાડ થઇ રહ્યો છે.

પૂર્વ સાસંદ પપ્પુ યાદવે આગળ કહ્યું કે,મણિપુરમાં એક દલિત મહિલાની નગ્ન પરેડ કરવામાં આવી અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. ટ્રેનમાં જાતિ અને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવે છે. દેશમાં આવી અનેક ઘટનાઓ બની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુપ છે. યાદવે હાફિઝના હત્યારાને ફાંસીની સજાની માંગ કરી હતી. જો કે, પપ્પુ યાદવે હરિયાણામાં બજરંગ દળના સરઘસ પર કોણે હુમલો કર્યો, વાહનોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું તેના પર એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. આ માટે તેમણે સીધો ભાજપ અને ત્યાંની રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી.

પપ્પુ યાદવે મૃતક હાફિઝ સાદના પરિવારજનોને રોકડા 50,000 રૂપિયાની સહાય કરી હતી અને સાદની 3 બહેનોના લગ્નનો ખર્ચ અને નાના ભાઇના શિક્ષણની જવાબદારી લેવાની પણ વાત કરી હતી.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.