- National
- PM મોદીએ G20મા દુનિયાના નેતાઓને આપેલા અંગવસ્ત્રની કહાની ખૂબ રોચક
PM મોદીએ G20મા દુનિયાના નેતાઓને આપેલા અંગવસ્ત્રની કહાની ખૂબ રોચક

ભારતની અધ્યક્ષતામાં સંપન્ન થયેલા G20 શિખર સંમેલનમાં સામેલ રાષ્ટ્રીય અધ્યક્ષોનું સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર અંગવસ્ત્ર ઓઢાવીને સ્વાગત કર્યું હતું. ખાદીના કપડાથી બનેલા આ વિશેષ અંગવસ્ત્ર ઉત્તર પ્રદેશના જલેસર ક્ષેત્રની એક એવી ફેક્ટ્રીમાં બનાવવામાં આવ્યું હતું, જેનો સંબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ સાથે છે. તેને જ્યોતિ ગ્રીન નામની એક ફેક્ટ્રીમાં બનાવવામાં આવ્યા હતા. તેના સંસ્થાપક અંકિત સિસોદિયા છે.
અંકિતે જણાવ્યું કે, MBA પૂરું કર્યા બાદ પહેલા તેઓ એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા હતા. વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમને સાંભળીને તેઓ પ્રેરિત થયા અને તેમણે પોતાના વ્યવસાયને સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. અંકિત સિસોદિયા બતાવે છે કે, 5 વર્ષ વર્ષ અગાઉ તેઓ એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા હતા. વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમને સાંભળીને તેઓ પ્રેરિત થયા અને તેમણે પોતાના વ્યવસાયને સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.
The ideals of Mahatma Gandhi reverberate globally. pic.twitter.com/J4Ko3IXpe4
— Narendra Modi (@narendramodi) September 10, 2023
અંકિત સિસોદિયા બતાવે છે કે, 5 વર્ષ અગાઉ વડાપ્રધાનની વાતોથી પ્રેરિત થઈને તેમણે જૂની પારંપરિક રીતની જગ્યાએ અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને ખાદીના કપડાઓનું ઉત્પાદન શરૂ કર્યું. જ્યોતિ ગ્રીન નામની આ ફેક્ટ્રીની વિશેષતા એ છે કે તે ભારતની પહેલી અને એકમાત્ર સોલર ખાદી યુનિટ છે જે સૂર્યના પ્રકાશથી બનતી વીજળી પર નિર્ભર છે. અહીં બનનારા કપડાઓની સપ્લાઈ ભારત સરકારના ખાદી ઇન્ડિયાને કરવામાં આવે છે. હવે જ્યારે અહી અંગ વસ્ત્ર G20માં સામેલ થયેલા રાષ્ટ્રીય અધ્યક્ષોને આપવામાં આવ્યા છે તો જલેસર શહેર હવે આ વિશેષ અંગ વસ્ત્રના ઉત્પાદન માટે પણ ઓળખવામાં આવે છે.
આગ્રા ટૂરિસ્ટ વેલફેર ચેમ્બરના સચિવ વિશાલ શર્મા કહે છે કે જલેસર શહેર અગાઉ ઘૂંઘરું અને ઘંટીઓના નિર્માણ માટે દુનિયાભરતમાં પ્રસિદ્ધ રહ્યું છે, પરંતુ હવે આ ખાદીના કપડાઓના ઉત્પાદનથી પણ ઓળખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ આયોજિત G20 શિખર સંમેલનમાં સામેલ થયેલા રાષ્ટ્રીય અધ્યક્ષોએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નેતાઓનું સ્વાગત આ વિશેષ અંગવસ્ત્ર ઓઢાવીને કર્યું હતું.