વીજ પોલથી કરંટ લાગતા JEE કોચિંગથી ફરી રહેલી વિદ્યાર્થિનીનું મોત

ઉત્તર પ્રદેશના લખનૌમાં JEEની કોચિંગ લઈ રહેલી વિદ્યાર્થીનું કરંટ લાગવાથી મોત થઈ ગયું. ઘટના કૃષ્ણાનગર વિસ્તારની છે. ઇષ્ટી દ્વિવેદી નામની વિદ્યાર્થિની શનિવારે મોડી સાંજે કોચિંગ સેન્ટરથી પરત ફરી રહી હતી. એ દરમિયાન મુશળધાર વરસાદ થઈ રહ્યો હતો. જે કારણે સ્ટ્રીટ લાઇટના પોલમાં અચાનક કરંટ આવી ગયો. પોલની કેટલી તારો છૂટી પડી ગઈ હતી. જ્યારે ઇષ્ટી એ તારો સાથે ટચ થઈ તો તેને પણ કરંટ લાગી ગયો અને તે ગંભીર રૂપે દાઝી ગઈ. આસપાસના લોકોએ તરત જ તેને હૉસ્પિટલ પહોંચાડી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. વિદ્યાર્થિનીને બચાવવામાં એક રાહદારીને પણ કરંટનો ઝટકો લાગ્યો.

મીડિયા રિપોર્ટ મુજબ, મૂળરૂપે બંથરાની કૃષ્ણલોક કોલોનીની રહેવાસી બિઝનેસમેન વિનીત દ્વિવેદી સુરતમાં ફેક્ટ્રી ચલાવે છે. તેની પત્ની યથા દ્વિવેદી બાળકો સાથે કૃષ્ણનગરની LDA કોલોની સેક્ટર-Dના ભાડાના મકાનમાં રહે છે. વિનીતની દીકરી 16 વર્ષીય ઇષ્ટી ઇન્ટરની વિદ્યાર્થિની હતી અને ફિનિક્સ મોલ પાસે સ્થિત આકાશ કોચિંગમાં JEEની કોચિંગ લઈ રહી હતી. રોજની જેમ શનિવારની બપોરે તે ઘરથી કોચિંગ સેન્ટર ગઈ હતી. 6:30 વાગ્યે ક્લાસ સમાપ્ત થયા બાદ ઇષ્ટી દ્વિવેદી કોચિંગ સેન્ટરથી ઘર જવા નીકળી હતી.

ત્યારે મુશળધાર વરસાદ થઈ રહ્યો હતો. થોડી જ વારમાં રોડ પર પાણી ભરાઈ ગયું. ઇષ્ટી દ્વિવેદી રોડના કિનારે કિનારે થઈને પિકેડલી હોટલ જતા રસ્તા તરફ જવા લાગી. આ દરમિયાન તનિષ્ક શૉ રૂમ સામે લાગેલી સ્ટ્રીટ લાઇટના પોલમાં કરંટ આવી રહ્યો હતો. ઇષ્ટી કરંટની ઝપેટમાં આવી ગઈ. પરિવારમાં ઇષ્ટી મોટી હતી. તેનાથી નાનો એક ભાઈ છે જે 8 વર્ષનો છે. માતા યથાને જ્યારે દીકરી ઇષ્ટીના મોતના સમાચાર મળ્યા તો તે બેહોશ થઈ ગઈ. સંબંધીઓએ કોઈક રીતે તેને સંભાળી.

હોશમાં આવ્યા બાદ તા વારંવાર દીકરીને યાદ કરીને બેભાન થઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે, પરિવારજનોએ કોઈ પ્રકારની કોઈ કાર્યવાહી ન કરવા અને પોસ્ટમોર્ટમ ન કરાવવાની વાત કહી. તેને લેખિતમાં લઈને શબ તેમના હવાલે કરી દેવામાં આવ્યું. એક મહિના અગાઉ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પણ એવી જ ઘટના જોવા મળી હતી. અહી એક મહિલા જ્યારે સ્ટેશન જઈ રહી હતી, એ સમયે વરસાદના કારણે વોટર લોગિંગ થઈ ચૂકી હતી. રસ્તામાં ભરાયેલા પાણીથી બચવા માટે મહિલાએ વીજ પોલનો સહારો લીધો તો કરંટનો ઝટકો લાગ્યો. આસપાસએ લોકો મહિલાને તરત જ હૉસ્પિટલ પહોંચાડી, જ્યાં તેનું મોત થઈ ગયું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.