- National
- સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે. સંભલ અને કાનપુરની જામા મસ્જિદ કમિટીએ નિર્ણય કર્યો છે કે 14 માર્ચ, 2025ના રોજ બપોરે 2.30 વાગ્યે શુક્રવારની નમાજ અદા કરવામાં આવશે.

સંભલ જામા મસ્જિદ કમિટીના સદર એડવોકેટ ઝફર અલીએ જાહેરાત કરી હતી કે શહેરમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોને સૌહાર્દ અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
નમાજ બપોરે 2.30 કલાકે અદા કરવામાં આવશે
દરેક ધર્મના લોકોએ તેમના તહેવારો અને ધાર્મિક કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરે. જો કોઈ સમસ્યા થાય છે તો તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરે. એ જ રીતે કાનપુરની જામા મસ્જિદમાં પણ શુક્રવારની નમાજનો સમય બદલીને 2.30 વાગ્યાનો કરવામાં આવ્યો છે. મસ્જિદ મેનેજમેન્ટે બહાર નોટિસ લગાવીને આ જાણકારી આપી છે.

નોટિસમાં લખવામાં આવ્યું છે કે 14 માર્ચે ધૂળેટીને ધ્યાનમાં રાખીને શુક્રવારે બપોરે 2.30 વાગ્યે નમાજ પઢવામાં આવશે. બધા મુસ્લિમોએ ઘરે રહીને ઈબાદત કરે અને બિનજરૂરી બહાર ન નીકળે.
ધૂળેટી અને શુક્રવારની નમાજ પ્રેમથી ઉજવો
મસ્જિદ કમિટીએ એમ પણ કહ્યું કે જો કોઈ તેના વિસ્તારની મસ્જિદમાં નમાજ અદા કરવા માંગે છે, તો તે ત્યાં પણ જઈ શકે છે. વહીવટીતંત્ર અને મસ્જિદ કમિટીએ લોકોને અપીલ કરી છે કે, ધૂળેટી અને શુક્રવારની નમાજ પ્રેમ અને સૌહાર્દ સાથે ઉજવીએ.