- National
- બિહારમાં કેટલા સાચા સાબિત થયા હતા ઓપિનિયન પોલ? આ વખતના સર્વે કોની સરકાર બનાવી રહ્યા છે?
બિહારમાં કેટલા સાચા સાબિત થયા હતા ઓપિનિયન પોલ? આ વખતના સર્વે કોની સરકાર બનાવી રહ્યા છે?
બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ ચૂંકી છે. ચૂંટણી પંચે મતદાનની તારીખોની જાહેરાત કરી દીધી છે. એવામાં ચૂંટણી સંબંધિત ઘણા સર્વે સામે આવી રહ્યા છે, જેમાં નીતિશ કુમારના નેતૃત્વવાળા NDA અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કરના સંકેત મળી રહ્યા છે. આ વખતે ચૂંટણી રણનીતિકારમાંથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોરનો પ્રભાવ પણ ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એવામાં અગાઉના ઓપિનિયન પોલના ડેટાની સમીક્ષા કરવી જરૂરી છે કે તે કેટલા સચોટ સાબિત થયા હતા.
ગત બિહાર ચૂંટણી દરમિયાન જે ઓપિનિયન પોલ સામે આવ્યા હતા, તેમાં મહાગઠબંધન સરકારની બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે ઘણામાં NDA અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કરનું અનુમાન લગાવ્યું હતું. લોકનીતિ-CSDS ઓપિનિયન પોલમાં 38 ટકા, મહાગઠબંધનને 32 ટકા, ઉપેન્દ્ર કુશવાહાના ગઠબંધન માટે 7 ટકા, ચિરાગ પાસવાનની LJPને 6 ટકા અને અન્ય માટે 17 ટકા મતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

આ વખતે NDA-મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર
આ વખતે ચૂંટણીની તારીખો અગાઉ સામે આવેલા ઓપિનિયન પોલમાં NDAને લીડ મળતી દેખાઈ રહી છે. જો ઓપિનિયન પોલના સરેરાશ આંકડાને જોવા જઈએ તો NDAને 40-52 ટકા મત અને 130-158 બેઠકો મળી શકે છે. મહાગઠબંધનને 37-41 ટકા મત અથવા 80-103 બેઠકો મળવાનું અનુમાન છે.
JVC ઓપિનિયન પોલ મુજબ, RJDના નેતૃત્વવાળા મહાગઠબંધનને 40 ટકા મત અને 81-103 બેઠકો મળવાની સંભાવના છે. આ ઉપરાંત પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીને 10-11 ટકા મત અને 4-6 બેઠકો મળી શકે છે. મુખ્યમંત્રી પદના ચહેરાની વાત કરવામાં આવે તો નીતિશ કુમાર પહેલી પસંદ છે, તેમને 27 ટકા મત મળ્યા છે, જ્યારે તેજસ્વી યાદવ બીજા સ્થાન પર છે.
2020ની ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી હતી?
2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) 75 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી, જ્યારે ભાજપ 74 બેઠકો સાથે બીજા ક્રમે હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારની JDUની વાત કરીએ તો તેને 43 બેઠકો પર જીત મળી હતી. આ સિવાય કોંગ્રેસે 19, CPI(ML)એ 12, અસદુદ્દીન ઓવૈસીની AIMIMને 5, જીતન રામ માંઝીની પાર્ટીને 4, મુકેશ સહનીની VIPને 4, CPIને 2, CPI(M)ને 2, માયાવતીની BSPને 1, LJPને 1 અને એક અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.

