રાવણનો અહંકાર, બાબર અને ઔરંગઝેબના અત્યાચાર પણ સનાતન મટાડી શક્યા નહોતાઃ CM યોગી

દેશમાં સનાતનને લઈને બહેસ થોભવાનું નામ લઈ રહી નથી. એવામાં હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મ પર આંગળી ઉછાળનારા લોકો પર પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે દેશ સકારાત્મક રૂપે આગળ વધી રહ્યો છે, તો કેટલાક લોકોને સારું લાગી રહ્યું નથી. સરકારની ઉપલબ્ધિઓને નબળી કરવા માટે સનાતન પર આંગળી ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વિરોધ કરનારા ભૂલી ગયા કે રાવણના અહંકાર, બાબર અને ઔરંગઝેબના અત્યાચાર પણ સનાતન મટાડી શક્યા નહોતા. એવામાં આ તુચ્છ લોકો ક્યાંથી સનાતનને મટાડી શકશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, સત્ય એક છે, પરંતુ લોકો પોતાની મૂર્ખતાથી સૂર્ય પર થૂંકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને એ પણ ખબર નથી કે, થૂંક તેમના પર જ પડશે. રાવણ અને હિરણ્યકશ્યપ અને કન્સે ઇશ્વરીય સત્તાને પડકાર આપી દીધી હતી, પરંતુ તેમનું બધુ મટી ગયું. કંઇ ન બચ્યું. પરંતુ ઈશ્વર બચ્યો અને આજે પણ છે. સનાતન ધર્મ સત્ય છે, ક્યારેય નહીં મટી શકે. ઉત્તર પ્રદેશ સારા રાજ્યોમાં છે. આ ઈશ્વરની કૃપા છે. સનાતન જ્યારે ઊભો થયો ત્યારે અયોધ્યામાં રામ મંદિર અને કાશીમાં વધ્યો અને વધતો રહેશે.

તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના એક નિવેદનથી સનાતન પર બહેશ શરૂ થઈ હતી. ઉદયનિધિએ સનાતન ધર્મ ઉન્મૂલ સંમેલનમાં કહ્યું હતું કે, સનાતનનો માત્ર વિરોધ જ ન કરવો જોઈએ, પરંતુ તેને સમાપ્ત જ કરી દેવો જોઈએ. સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. કેટલીક વસ્તુઓનો વિરોધ ન કરી શકાય, તેને સમાપ્ત ક કરી દેવી પડે છે. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મલેરિયા કે કોરોનાનો વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને મટાડવાનો છે. આ પ્રકારે આપણે સનાતનને પણ મટાડવાનો છે.

સનાતન પર વિવાદ વધવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના પર સખ્તાઈથી જવાબ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના મંત્રીઓને કહ્યું હતું કે સનાતન ધર્મ પર ઉદયનિધિનું નિવેદનનો સારી રીતે (તથ્યો સાથે) જવાબ આપવામાં આવે. સનાતન ધર્મ પર ટિપ્પણી બાદ ઉદયનિધિએ જવાબ આપ્યો. તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ઉદયનિધિના નિવેદનનું સમર્થન કરતા કહ્યું હતું કે, ભાજપ સમર્થક તાકતો, દમનકારી સિદ્ધાંતો વિરુદ્ધ વિચાર સહન કરી શકતી નથી. તેમણે ખોટી કહાની ફેલાવી કે ઉદયનિધિના સનાતન વિચારોવાળા લોકોના નરસંહારનું આહ્વાન કર્યું.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.