કોરોનાના ફરી કેસ વધતા તંત્ર એલર્ટ, IMAની જાહેર કરી નવી એડવાઈઝરી

કોરોનાના વિશ્વમાં વધતા કેસોએ ફરી એકવાર ચિંતાનો વિષય ઉભો કર્યો છે. અનેક દેશોમાં કોરોનાના કારણે તબાહી મચી ગઈ છે. આ સંકટ સામે લડવા તંત્ર એલર્ટ મોડ પર છે. હવે આ વધતા સંકટ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ કોવિડને લઈને એક ગાઈડલાઈન જાહેર કરી છે. 

વિશ્વભરમાં વધતા જતા કોરોના વાયરસના કેસ વચ્ચે ભારત સરકાર પણ આ મહામારી સામે લડવા માટે એલર્ટ મોડ પર છે. દેશના તમામ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું રેન્ડમ કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ કડીમાં સતત લોકો કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પર વિદેશથી આવતા 4 મુસાફરો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તો બિહારના ગયામાં વિદેશથી આવેલા સંક્રમિત લોકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.

સતત મળતા કોરોનાના કેસોને કારણે તમામ રાજ્યોએ સાવચેતી રાખવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. કર્ણાટકમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. તો અન્ય રાજ્યોમાં પણ ટૂંક સમયમાં કોરોનાના નિયમો લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ કોવિડને લઈને એલર્ટ જારી કરતા સામાન્ય લોકો માટે એડવાઈઝરી જારી કરી છે.

  1. સાર્વજનિક સ્થળો, સભાઓ અને ભીડવાળા સ્થળોએ જતા પહેલા ચહેરા પર માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. બચવા માટે, COVID મુજબ વર્તન કરો. સામાજિક અંતરનું પાલન કરો અને નિયમિતપણે હાથની સ્વચ્છતા જાળવી રાખો.
  2. બૂસ્ટર ડોઝની સાથે વહેલી તકે કોવિડ રસીકરણની તમારા દરેક ડોઝ પૂરા કરો.
  3. સરકાર દ્વારા સમય-સમય પર જારી કરાયેલ એડવાઈઝરીનું પાલન કરો.
  4.  સોશિયલ મીડિયા અને અન્ય કોઈપણ અવિશ્વસનીય ચેનલો દ્વારા ફેલાતી અફવાઓથી ગભરાશો નહીં.
  5. તાવ, ગળામાં દુખાવો અને ઉધરસ જેવા કોઈપણ લક્ષણોના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લો. ઘરે ટેસ્ટિંગ કીટ અથવા નજીકના ટેસ્ટિંગ સેન્ટર પર જઈને કોરોના ટેસ્ટ કરાવો.
  6. આંતરરાષ્ટ્રીય મુસાફરી સહિત બિનજરૂરી મુસાફરી ટાળો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.